7 દિવસમાં 36 લાખ કેસ, 10 હજાર મોત… ચીન જ નહીં દુનિયાભરમાં કોરોના ફરી કહેર વર્તાવી રહ્યો છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ચીન સહિત દુનિયાના તમામ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. દુનિયામાં પાછલા એક અઠવાડિયામાં 36 લાખ કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં પણ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. દુનિયાભરમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે ભારત સરકારે પણ કોરોના પર એક સમીક્ષા બેઠક બોલાવી છે.

પાછલા 7 દિવસમાં દુનિયાભરમાં કોરોનાના 36,32,109 કેસ સામે આવ્યા છે. એકલા જાપાનમાં જ 10,55,578 કેસ મળ્યા છે. જ્યારે દક્ષિણ કોરિયામાં 4,60,766, ફ્રાંસમાં 3,84,184, બ્રાઝિલમાં 2,84,200, અમેરિકામાં 2,72,,075, જર્મનીમાં 2,23,227, હોંગકોંગમાં 1,08,577 અને ચીનના પાડોશી દેશ તાઈવાનમાં 1,07,381 કેસ આવ્યા છે.

પાછલા 7 દિવસમાં 10 હજાર મોત
જાપાનમાં કોરોનાથી પાછલા 7 દિવસમાં 1670 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અમેરિકામાં પણ 1607 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે દક્ષિણ કોરિયામાં 335, ફ્રાંસમાં 747, બ્રાઝિલમાં 973, જર્મનીમાં 868, હોંગકોંગમાં 226, તાઈવાનમાં 203, ઈટાલીમાં 397 લોકોના કોરોનાથી મોત થયા છે.

ADVERTISEMENT

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા કેસ?
પાછલા 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં 22,585 કેસ આવ્યા છે. જાપાનમાં 72,297 કેસ, જર્મનીમાં 55,016 કેસ, બ્રાઝિલમાં 29,579 કેસ, દક્ષિણ કોરિયામાં 26,622 કેસ આવ્યા છે. ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં 8213 કેસ નોંધાયા છે અને તાઈવાનમાં 10,359 તથા રશિયામાં 6341 કેસ આવ્યા છે.

ADVERTISEMENT

ચીનમાં કોરોનાથી સ્થિતિ નિયંત્રણ બહાર
ચીનની કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો ત્યાં સ્થિતિ નિયંત્રણની બહાર છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે પુરતી વ્યવસ્થા નથી. હોસ્પિટલમાં સતત આવી રહેલા દર્દી સૌથી મોટો પડકાર છે. અમેરિકાની એક રિસર્ચ ઇન્સ્યીટ્યુટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે, 2023 માં ચીનમાં કોરોના વિસ્ફોટ હજી પણ ભયાનક સ્થિતિએ પહોંચી શકે છે. આગામી સમયમાં 10 લાખથી વધારે લોકોના મોત થઇ શકે છે. કોરોનાનું સૌથી વધારે ખતરો વૃદ્ધોને છે અને ચીન માટે પણ આ ચિંતાનો વિષય છે. કારણ કે સૌથી વૃદ્ધના વેક્સિનેશન નથી થયું. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીશિન્હુઆ અનુસાર અત્યાર સુધી 60 વર્ષ વર્ષના ઉપરના 87 % વસ્તી પુરી રીતે વેક્સિનેટ થઇ ચુકી છે, જો કે 80 વર્ષથી વધારેની ઉંમરના માત્ર 66.4 ટકા વૃદ્ધોનું જ વેક્સિનેશન થયું છે.

ADVERTISEMENT

એન્ટી ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યે શું કહ્યું?
એન્ટી ટાસ્ટ ફોર્સના વરિષ્ટ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના પ્રમુખ ડૉ. એન.કે અરોરાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, ભારતે ચીનની સ્થિતિથી ગભરાવાની કોઇ જરૂર નથી. ભારતમાં મોટા પ્રમાણાં રસીકરણ થઇ ચુક્યું છે. એડલ્ટ પોપ્યુલેશનમાં મોટા ભાગના લોકોને રસી અપાઇ ચુકી છે. એન.કે અરોરાએ માહિતી આપતા કહ્યું કે, વિશ્વમાં અત્યાર સુધી જેટલા પણ કોરોના વેરિઅન્ટ આવ્યા છે, તેના કેસ ભારતમાં પણ આવી ચુક્યા છે, તેવામાં આપણે માત્ર સાવધાન રહેવાની જરૂર છે, ચિંતા કરવાનું કોઇ કારણ નથી.

    follow whatsapp

    ADVERTISEMENT