ગુજરાતમાં BJPના ‘વાવાઝોડા’માં AAPના ડાંડિયા ડૂલ, 100થી વધુ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, અને કોંગ્રેસમાં?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલે આવેલા વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. પહેલીવાર કોઈ પાર્ટીએ 150+ સીટો જીતીને વિધાનસભા પહોંચી છે. જ્યારે કોંગ્રેસ અને AAPના સૂપડા સાફ થઈ ગયા છે. ત્યારે ભાજપના વાવાઝોડામાં અન્ય પક્ષના ઘણા ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ છે. વિરોધ પક્ષથી લડનારા ઉમેદવારોને ડિપોઝિટ પાછી મળે એટલા ટકા મત પણ મળ્યા નથી.

AAP-કોંગ્રેસના કેટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત?
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટો મળી છે. ભાજપની લોકપ્રિયતા સામે AAPના 128 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જ્યારે કોંગ્રેસના પણ 44 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શક્યા નથી. આમ બંને પાર્ટીઓને ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે.

ચૂંટણી ડિપોઝિટ શું હોય છે?
ચૂંટણી ડિપોઝિટ એ સુરક્ષા રકમ છે, જે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવાર રિટર્નિંગ ઓફિસર પારે જમા કરાવે છે. આ ડિપોઝિટનો હોતુ માત્રા સાચા અને ઈચ્છૂક ઉમેદવારો જ ચૂંટણીની પ્રક્રિયાનો ભાગ બનવા ઉમેદવારી નોંધાવે તે હોય છે. આ માટે લોકભાસની ચૂંટણીની ડિપોઝિટ રૂ.25000 અને વિધાનસભાની ચૂંટણીની રૂ.10 હજાર ડિપોઝિટ હોય છે, જ્યારે SC-ST વર્ગના ઉમેદવારોને તેની અડધી રકમ જમા કરાવવાની હોય છે.

ADVERTISEMENT

કઈ સ્થિતિમાં ડિપોઝિટ જપ્ત થાય અને ક્યારે પાછી મળે?
ચૂંટણીમાં ઉમેદવારને કુલ મતદાનના 16.6 ટકા વોટ મળે તો તેને ડિપોઝિટ પાછી મળે છે. સુરતની મજૂરા બેઠકનું ઉદાહરણ જોઈએ. જ્યાં કુલ 1.61 લાખ વોટ પડ્યા છે આવા કિસ્સામાં તમામ ઉમેદવારે ડિપોઝિટ પાછી મેળવવા માટે 26,666 વોટ મેળવવા જરૂરી બને છે. જેને તેટલા વોટ ન મળે તે ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય છે. જોકે ચૂંટણી પંચે નક્કી કરેલા સમયમાં ઉમેદવારી પાછી ખેંચી હોય, ઉમેદવારી રદ થાય, મતદાન પહેલા ઉમેદવારનું મૃત્યુ થાય કે પછી 16.6 ટકા વોટ ન મળવા છતાં ઉમેદવાર જીતી જાય તો તેને ડિપોઝિટ પાછી મળે છે.

    follow whatsapp

    ADVERTISEMENT