મોરબી બ્રિજ તૂટવાની ઘટનામાં PI બન્યા ફરિયાદી, આ લોકો સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધાવ્યો
મોરબી: મોરબીમાં ઐતિહાસિક ઝુલતો પુલ રવિવારે સાંજે અચાનક તૂટી પડતા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 132 લોકોના મોત નિપજ્યા છે જ્યારે હજુ પણ 2 લોકો ગુમ…
ADVERTISEMENT
મોરબી: મોરબીમાં ઐતિહાસિક ઝુલતો પુલ રવિવારે સાંજે અચાનક તૂટી પડતા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 132 લોકોના મોત નિપજ્યા છે જ્યારે હજુ પણ 2 લોકો ગુમ છે. બીજી તરફ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા બ્રિજનું સમારકામ અને મેઈન્ટેનન્સ કરનારી એજન્સી અને વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં મોરબી સી.ટી બી ડિવિઝનના PI ફરિયાદી બન્યા છે.
પોલીસે કોની સામે ગુનો નોંધ્યો?
મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પ્રકાશ દેકાવાડીયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકાર તરફથી ફરિયાદી બની તેમણે મોરબીના ઝુલતા બ્રિજનું મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ અને એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. FIRમાં આક્ષેપ કરાયો છે કે, બ્રીજનું યોગ્ય રીતે સમારકામ/મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના, યોગ્ય મેનેજમેન્ટ ન કરીને ગંભીર અને નિષ્કાળજી ભરેલા કૃત્યથી ઝુલતા પુર ફરવા આવેલા સામાન્ય નાગરિકોનું મોત નિપજવા તથા શારીરિક ઈજા પહોંચવાની જાણ હોવા છતાં બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો.
આ કલમ હેઠળ ગુનો નોંધાયો
સમગ્ર મામલે ઝુલતા પુરનું સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ અને એજન્સી વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની કલમ 304, 308 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સમગ્ર મામલે બ્રિજનું સંચાલન કરતા ઓરેવા ગ્રુપ સામે કેવા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
ADVERTISEMENT
15 વર્ષ માટે ઓરેવા કંપનીને બ્રિજ સોંપાયો હતો
નોંધનીય છે કે, આ રાજાશાહી સમયનો ઝુલતો પુલ જોખમી હતો. અકસ્માત પણ થાય તેવી શક્યતા હતી. જો કે બ્રિજન ખસ્તા હાલતમાં હોવા છતા પણ તંત્ર આ અંગે કંઇ પણ તૈયાર નહોતું. વારંવાર માંગણી બાદ અચાનક બ્રિજન ઓરેવા ગ્રુપને 15 વર્ષ માટે સોંપી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ રિનોવેશન બાદ ઓરેવા ગ્રુપ પણ કમાણીનાં મુડમાં હતું. જેથી ચીફ ઓફીસર, પાલિકા કે કલેક્ટર કે અન્ય કોઇ પણ સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર કે કોઇ પ્રકારની ચકાસણી કરાવ્યા વગર બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો.
મોંઘું ટેન્ડર ભરવા છતાં ઓરેવાને જ કોન્ટ્રાક્ટ મળ્યો
સુત્રો અનુસાર 2006-07 માં પાલિકા હસ્તક રહેલો આ પુલ ભુકંપ બાદથી જ બંધ હતો. પાલિકા દ્વારા જો કે તેના રિનોવેશન માટે ટેન્ડર મંગાવાયા તેમાં મુંબઇની એક કંપનીએ 89 લાખનું ટેન્ડર ભર્યું હતું. જો કે ઓરેવા દ્વારા તેના કરતા મોંઘુ ટેન્ડર ભરવામાં આવ્યું હોવા છતા ગાઁધીનગરથી ફોન આવતા ઓરેવા ગ્રુપને તમામ કમાન સોંપાઇ ગઇ હતી. જિલ્લા કલેક્ટરના વિરોધ છતા પણ આ પુલના રિનોવેશન સહિતની કામગીરી ઓરેવા ગ્રુપે લઇ લીધી હતી. ગાંધીનગરથી ફોન આવ્યોહોવાનાં કારણે તંત્ર પાસે પણઝુકવા સિવાય કોઇ જ રસ્યો નહોતો.
ADVERTISEMENT
જુઓ FIR
ADVERTISEMENT
ADVERTISEMENT