નજરે જોનારે વર્ણવી એ દર્દનાક ક્ષણ જ્યારે પૂલના ટૂકડા થયા…જાણો મોટી સંખ્યામાં બાળકો કેમ ન બચી શક્યા!
મોરબીઃ રવિવારે મોરબી ખાતે ઝૂલતો પુલ પાણીમાં ખાબકી જતા 141 લોકોના મોત નીપજ્યા છે. તેવામાં થોડા દિવસો અગાઉ જ રિનોવેશન થયા પછી આ પૂલ ધરાશાયી…
ADVERTISEMENT
મોરબીઃ રવિવારે મોરબી ખાતે ઝૂલતો પુલ પાણીમાં ખાબકી જતા 141 લોકોના મોત નીપજ્યા છે. તેવામાં થોડા દિવસો અગાઉ જ રિનોવેશન થયા પછી આ પૂલ ધરાશાયી થયા ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આ દુર્ઘટના બની કેવી રીતે એ અંગે નજરે જોનાર પ્રત્યક્ષદર્શીએ મીડિયા સાથેની વાતચીતમાં, એ દર્દનાક ક્ષણ વર્ણવી હતી. ચલો બ્રિજના ટૂકડા કેવી રીતે થયા તથા મોટાભાગના બાળકો કેમ નિઃસહાય રહ્યા એ ઘટનાક્રમ પર નજર કરીએ…
પ્રત્યક્ષદર્શીએ વર્ણવી દર્દનાક ક્ષણો…
મીડિયા સાથે વાતચીતમાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું પૂલ પર સેંકડો લોકો હતા વધારે પડતા ધસારાના કારણે એકાએક પૂલ તૂટી ગયો હતો. નજરોનજર આ પૂલના ટૂકડા થતા જોઈ અમે બે ઘડી તો સ્તબ્ધ થઈ ગયા હતા. આ દરમિયાન અમે લોકોને પાણી ખાબકતા જોઈ તાત્કાલિક મદદ માટે દોડ્યા હતા. હું અને મારો મિત્ર તાત્કાલિક તે સ્થળ પર પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી પરંતુ અમે માત્ર 8 લોકોને જ બચાવી શક્યા હતા. અમને અફસોસ છે કે અમે તે સમયે વધારે લોકોને ન બચાવી શક્યા.
બાળકો અસમંજસમાં હોવાથી મુશ્કેલીમાં મુકાયા
પ્રત્યક્ષદર્શીએ વધુમાં કહ્યું કે આ પુલ તૂટી પડ્યો ત્યારે અમે નજરે જોયું કે મોટી ઉંમરના જે લોકો હતા તેઓ પૂલની દોરીની સહાયથી બહાર નીકળી ગયા હતા પરંતુ નાના બાળકો આમ તેમ વલખા મારતા હતા. તેઓ નદીમાંથી બહાર કેવી રીતે નીકળવું એનાથી અજાણ હતા. જેના પરિણામે બાળકો અસમંજસમાં મુકાયા અને મૃત્યુઆંક પર નજર કરીએ તો મોટાભાગના બાળકો આ કારણોસર ડૂબી ગયા છે.
ADVERTISEMENT
વિવિધ જિલ્લાના 40 ડોકટરોની ટીમ તૈનાત
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે વહેલી સવાર સુધીમાં અહીં 141 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે લગભગ 177 લોકોનો આબાદ બચાવ કરાયો છે. આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડ, SDRF દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે બીજી બાજુ વિવિધ જિલ્લામાંથી 40 ડોકટરોએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી સારવાર શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ગંભીરરૂપે ઈજાગ્રસ્ત એવા 3 લોકોને સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT