મોરબીની હૃદય કંપાવતી દુર્ઘટનાનાં 132 મૃતકોનાં નામ સામે આવ્યા, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરીવળ્યું
મોરબીઃ ઝૂલતો પૂલ તૂટવાની ઘટનાને હજુ 24 કલાક પણ નથી વિત્યા અને મૃત્યુઆંક સતત વધતો જઈ રહ્યો છે. અત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 132 લોકોની યાદી…
ADVERTISEMENT
મોરબીઃ ઝૂલતો પૂલ તૂટવાની ઘટનાને હજુ 24 કલાક પણ નથી વિત્યા અને મૃત્યુઆંક સતત વધતો જઈ રહ્યો છે. અત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 132 લોકોની યાદી બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે જે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે એની એક યાદી બહાર પાડવામાં આવી છે. તથા રિપોર્ટ્સના આધારે તેમના પરિવારજનોને પણ મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોની સારવાર અત્યારે ચાલી રહી છે.
મૃતકો બહાર પાડવામાં આવેલી યાદી…
ADVERTISEMENT
3 સેકન્ડમાં બ્રિજ ખાબક્યો…
30 ઓક્ટોબર રવિવારે સાંજે 6 વાગ્યે 31 મિનિટ દરમિયાન આ ઘટના બની હતી. તેવામાં આ CCTV ફૂટેજ 6 કલાક 31 મિનિટ અને 45 સેકન્ડથી શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન અહીં લોકો ઝૂલતા પુલ પર એકબીજા સાથે મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. તો કેટલાક લોકો પૂલને પોતાના હાથ વડે ઝૂલાવતા હોય તેમ લાગી રહ્યું છે. જોતજોતામાં 6 વાગ્યે 31 મિનિટ અને 59 સેકન્ડે આ પૂલના એક ભાગની સ્ટ્રિંગ્સ તૂટી જાય છે અને લગભગ 3 સેકન્ડની અંદર આખો પૂલ નદીમાં ગરકાવ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે CCTV ફૂટેજમાં દર્શાવેલા સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે 32 મિનિટ અને 2 સેકન્ડ સુધીમાં આખો પૂલ નદીમાં ગરકાવ થઈ જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રત્યક્ષદર્શીએ વર્ણવી દર્દનાક ક્ષણો…
મીડિયા સાથે વાતચીતમાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું પૂલ પર સેંકડો લોકો હતા વધારે પડતા ધસારાના કારણે એકાએક પૂલ તૂટી ગયો હતો. નજરોનજર આ પૂલના ટૂકડા થતા જોઈ અમે બે ઘડી તો સ્તબ્ધ થઈ ગયા હતા. આ દરમિયાન અમે લોકોને પાણી ખાબકતા જોઈ તાત્કાલિક મદદ માટે દોડ્યા હતા. હું અને મારો મિત્ર તાત્કાલિક તે સ્થળ પર પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી પરંતુ અમે માત્ર 8 લોકોને જ બચાવી શક્યા હતા. અમને અફસોસ છે કે અમે તે સમયે વધારે લોકોને ન બચાવી શક્યા.
ADVERTISEMENT