સરકારના આ મંત્રીના ઈશારે થઈ વિપુલ ચૌધરીની અટકાયત? મૌઘજી ચૌધરીએ કર્યો ચોંકાવનારો આક્ષેપ
કામિની આચાર્ય/મહેસાણા: દૂધસાગર ડેરીમાં રૂ.320 કરોડના બોગસ વ્યવહાર મામલે લાંબા સમય બાદ મંગળવારે મોડી રાત્રે 12 વાગ્યા બાદ મહેસાણા ACBમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત દૂધસાગર ડેરીના…
ADVERTISEMENT
કામિની આચાર્ય/મહેસાણા: દૂધસાગર ડેરીમાં રૂ.320 કરોડના બોગસ વ્યવહાર મામલે લાંબા સમય બાદ મંગળવારે મોડી રાત્રે 12 વાગ્યા બાદ મહેસાણા ACBમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની અટકાયત થઈ હતી. જે મુદ્દે તેમના સમર્થકોમાં ભારે રોષ પ્રસર્યો છે. મહેસાણા અર્બુદા ભવન ખાતે મોટી સંખ્યામાં ભેગા થયેલા તેમના સમર્થકોએ શાબ્દિક રોષ ઠાલવી ફરિયાદ અને અટકાયત મુદ્દે વિરોધ કર્યો હતો અને ધરણા ઉપર બેઠા હતા.
વિપુલ ચૌધરી સામે 320 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ
મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડને લઈને મહેસાણા અર્બુદા ભવન ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભેગા થયા હતા. સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત ચાલતી તપાસ દરમિયાન બહાર આવેલા ગોટાળા સંબંધે મહેસાણા એસીબીમાં વિપુલ ચૌધરી સામે ફરિયાદ નોંધાય છે. ત્યારે તેમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, તેમને 17 બોગસ કંપનીઓ બનાવી 320 કરોડ ટ્રાન્સફર કર્યા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીને સમર્થન અપાયું
કંપનીઓ બનાવી નાણાકીય ગેરરીતી આચરવાના મુદ્દે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને લઈને તેમના સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓનું કહેવું હતું કે, મોડી રાત્રે બાર વાગ્યે તેમના ગાંધીનગરના પંચશીલ બંગલોમાંથી ધરપકડ કરાઈ છે. ધર પકડ બાબતે તેમજ કેસ સંબંધે પરિવારને કંઈ જ જાણ કરવામાં આવી નથી. વિપુલભાઈને થવાની વિધાનસભાની ચૂંટણી લડતા અટકાવવા અને રાજકીય રીતે દબાવવા માટે સરકાર દ્વારા ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઈ છે. જે ચલાવી નહીં લેવાય અમે પણ સામી ફરિયાદ કરીશું અને વિપુલભાઈની સાથે રહીશું.
ADVERTISEMENT
મૌઘજી ચૌધરીએ કર્યા ચોંકાવનારા આક્ષેપ
દૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચાન્સેલર મૌઘજી ચૌધરી કહ્યું કે, આખા ગુજરાતને ખબર છે કે વિપુલ ચૌધરી પર ખોટા કેસ કર્યા હતા. આજે સાગર દાણનો કેસ પૂરો થવાની તૈયારી હતી. તેમાં કઈ નીકળે એવું નહોતું એટલે રાતો રાત ઋષિકેશ પટેલ, અશોક ચૌધરી આ પાંચ-છ જણાની મિલીભગત થઈ, નવો કેસ ઊભો કર્યો. 2022 સુધી આવી કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. રાતો રાત આતંકવાદીની ધકપકડ કરે એમ દેશી ગાડીમાં જઈ ધરપકડ કરી એ વ્યાજબી છે? આખા જિલ્લામાં અર્બુદા સેનાના દરેક સમર્થકો આવેદન આપશે. આ ચૂંટણી નજીક આવી, સમાજ એક થયો તેના કારણે રાજકીય નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. આમા મુખ્ય હેન્ડલિંગ ઋષિકેશ પટેલ છે અને તેમણે જ આ બધું કરાવ્યું છે.
ADVERTISEMENT