જૂનાગઢ અને રાજકોટમાં સભા યોજી PM મોદી સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટે વ્યૂહરચના ઘડશે
ભાર્ગવી જોશી, જુનાગઢ: ગુજરાતમાં સૌરાષ્ટ્ર એક એવો હિસ્સો છે જે ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. રાજકોટ બેઠક પરથી જીતેલા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીથી…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જુનાગઢ: ગુજરાતમાં સૌરાષ્ટ્ર એક એવો હિસ્સો છે જે ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. રાજકોટ બેઠક પરથી જીતેલા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી પહોંચ્યા. તો વજુભાઈ વાળા કર્ણાટકના રાજપાલ બન્યા. તેમણે સૌથી વધુ વખત નાણાંમંત્રી રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો. આ બેઠક પરથી ચુંટણી જીતનાર વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. રાજકોટ અને વિસાવદર બંને જગ્યાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલનું વર્ચસ્વ હતું, દિગ્ગજ નેતા સ્વ.વિઠ્ઠલ રાદડિયા, સતત 30 વર્ષથી ધારાસભ્ય રહેલા મહેન્દ્ર મશરૂ, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા અને હર્ષદ રિબરિયા તમામ દિગ્ગજ નેતાઓનો આ વિસ્તાર છે.
પરંતુ આ વખતે માહોલ અલગ છે. રાજકોટ હોય કે જૂનાગઢ, વિસાવદર હોય કે માણાવદર, દરેક જગ્યાએ ભાજપને મુશ્કેલી પડી રહી છે. અને તેથી જ વડાપ્રધાને પોતે ગયા અઠવાડિયે જામનગર અને જામકંડોરણામાં સભાઓ કરી હતી અને હવે આવતી કાલે જૂનાગઢ અને રાજકોટ આવી રહ્યા છે.
તૈયારી શું છે?
ગત ચૂંટણીમાં પાટીદાર અને દલિત સમાજની નારાજગીના કારણે ભાજપ સૌરાષ્ટ્રની 49 બેઠકમાંથી માત્ર 19 બેઠકો જીતી શકી હતી. 2022ની ચૂંટણીમાં પરિણામનું પુનરાવર્તન ન થાય તેથી ભાજપના સ્થાનિક નેતાઓ સભામાં સંખ્યા બતાવવા માંગે છે. વડાપ્રધાનને બતાવવા માંગે છે કે બધુ સલામત છે
જૂનાગઢમાં દરરોજ સ્થાનિક આગેવાનો શહેરના મોટા ભાગના મહિલા મંડળો, વિવિધ સંસ્થાઓ, અગ્રણી અને વિવિધ જ્ઞાતિના પ્રમુખોને મળીને એકજૂટ રહેવાનો સંદેશ આપે છે. સભામાં વધુને વધુ લોકોને લાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
દાવેદારો શક્તિ પ્રદર્શન કરી ટિકિટ મેળવવા માંગે છે.
ભાજપની ટિકિટ મેળવવી એટલે જેકપોટ લાગવા બરાબર છે. જૂનાગઢની પાંચેય બેઠકો માટે 50થી વધુ દાવેદારો છે. જેમાં પાટીદારો, લોહાણા, બ્રાહ્મણો અને આહીર જ્ઞાતીના આગેવાનો છે જેઓ પોતાની તાકાત બતાવીને ટિકિટ મેળવવામાં વ્યસ્ત છે. પીએમની સભામાં કોણ કેટલા લોકોને લાવે છે તેની હરીફાઈ છે.
વડાપ્રધાનની રણનીતિ
નરેન્દ્ર મોદી છેલ્લી ઘડી સુધી કોઈને ખબર પડવા દેતા નથી કે કોને ટિકિટ મળવાની છે, તમામ તૈયારીઓ કરો તેવો માહોલ તૈયાર કરો. જેમ રાજકોટ, ગોંડલ અને જેતપુરમાં તમામને મળ્યા પરંતુ ઉમેદવાર કોણ હશે તે તો જાહેર થયા બાદ ખબર પડશે. તેવીજ રીતે જુનાગઢ, ગીરસોમનાથ અને અમરેલીમાં થશે. કોને કોને ઉમેદવારની લોટરી લાગી તે તો પછી ખબર પડશે કે તમામ નેતાઓ અત્યારે લોકો વચ્ચે રહેવા અને લોકો એકત્ર કરવામાં વ્યસ્ત છે. મોદી જોઈ રહ્યા છે અને સમજી રહ્યા છે કે લોકો કોને મત આપશે તે વિચારીને તેઓ ઉમેદવારનું નામ જાહેર કરશે તે પણ નિશ્ચિત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT