ધારાસભ્યોની શપથવિધિમાં જોવા મળ્યું અનોખું વાતાવરણ: 11 ધારાસભ્યએ સંસ્કૃતમાં લીધા શપથ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ભાજપે 156 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો છે. ત્યારે વિધાનસભા ચૂંટાયેલા તમામ ધારાસભ્યની શપથ વિધિ યોજાઈ હતી. …
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ભાજપે 156 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો છે. ત્યારે વિધાનસભા ચૂંટાયેલા તમામ ધારાસભ્યની શપથ વિધિ યોજાઈ હતી. આ શપથ સમારોહ દરમિયાન 11 ધારાસભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા છે.
આ MLA એ લીધા સંસ્કૃતમાં શપથ
આજે ગુજરાત વિધાનસભાના તમામ સભ્યોએ શપથ લીધા છે. ત્યારે વિધાનસભામાં 11 એવા ધારાસભ્ય હતા જેમને સંસ્કૃતમાં શપથ લીધા હતા. આ 11 ધારાસભ્યોમાં અર્જુન મોઢવાડીયા દર્શીતા શાહ, દર્શન દેશમુખ, અનિરુદ્ધ દવે, અનિકેત ઠાકર, કિરીટ પટેલ, અમિત ઠાકર, દીનેશ કુશવાહ, પદ્યુમન વાજા, શંભુનાથ તુંડીયા, કનેયાલાલ કિશોરીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા.
બંધારણના લીધા શપથ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામ બેઠક પરથી ફરી એક વખત ચૂંટણી જીતનાર જીગ્નેશ મેવાણીએ બંધારણના સોંગધ ખાઈને શપથ લીધા હતા. આજે ભાજપના 156 ધારાસભ્યએ શપથ લીધા હતા. જ્યારે કોંગ્રેસના 17 ધારાસભ્યએ શપથ લીધા હતા. આમ આદમી પાર્ટીના 5 અને અપક્ષ 3 ધારાસભ્યએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પહેલી વખત શપથ લીધા છે. 2017માં આમ આદમી પાર્ટી એ ઉમેદવાર મેદાને ઉતાર્યા હતા પરંતુ કોઈ જીત્યા ન હતા ત્યારે 2022ની ચૂંટણીમાં 5 બેઠક પર આમ આદમી પાર્ટીને નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે.

પારંપરિક પહેરવેશ માં સંસ્કૃત ભાષામાં લીધા શપથ
ગુજરાત વિધાનસભા માં આજે તમામ સભ્યો એ શપથ ગ્રહણ કર્યા છે. જેમાં માંડવીનાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના અનિરુદ્ધ દવેએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. સાથે આજે તેઓ વિધાનસભામાં પ્રવેશ દરમિયાન તેમના પારંપરિક પહેરવેશ માં દેખાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધ દવે પોતાની સાદગી ભર્યા જીવનના કારણે જ લોકપ્રિય નેતા બન્યા છે. કચ્છ માં સંગઠન ને મજબૂત બનાવવાની તેમની ભૂમિકા અગ્રેસર રહી છે. સાથે જ તેઓ તેમના મત વિસ્તાર માંડવી ખાતે ધારાસભ્ય ચૂંટાયા અગાઉ પણ સેવાકીય પ્રવૃતિઓ અને પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન જેવી પ્રવૃતિ કરતા રહ્યા છે.
વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, કૌશિક કાંઠેચા
ADVERTISEMENT
ADVERTISEMENT