અમિત શાહ સાથે બેઠક બાદ ભાજપના દબંગ ધારાસભ્યનો હુંકાર, ‘હું ચૂંટણી લડવાનો છું’

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સરકારની ખાસ તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે અમિત શાહ ફરીથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મધ્ય ગુજરાતના ભાજપના સાંસદો, ધારાસભ્યો તથા કાર્યકર્તાઓ સાથે ખાસ બેઠક કરી હતી. આ બેઠક બાદ વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો.

વાઘોડિયાના ધારાસભ્ય ચૂંટણી લડવા વિશે શું બોલ્યા?
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અમિત શાહ સાથેની બેઠક બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘અમિત શાહે અમને માર્ગદર્શન આપ્યું છે અને હું વાઘોડિયાથી ચૂંટણી લડવાનો છું. મને જ ટિકિટ મળવાની છે. હું ભાજપનો સેવક છું અને ભાજપમાં જ રહેવાનો છું.’

આ વખતે 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપશે ભાજપ!
જોકે વડોદરામાં ભાજપના આગેવાનો સાથે બેઠક બાદ અમિત શાહે કહ્યું હતું કે, ટિકિટ કોને આપવી તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, પરંતુ જે ઉમેદવાર જીતી શકે તેવા સક્ષમ હોય અને સારા કાર્યો કર્યા હોય તેમને ટિકિટ મળશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 151 બેઠકનું લક્ષ્ય રાખીને ચૂંટણી જીતવાની પૂર્વ તૈયારી કરી ચૂક્યું છે. આગામી ચૂંટણીમાં ભાજપ 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપીને મેદાનમાં ઉતારશે. હાલના ધારાસભ્યોમાંથી 25 ટકાની ટિકિટ કાપીને નવા ઉમેદવારોને તક આપવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT