‘આજની શિક્ષણ પદ્ધતિમાં ખામી છે એટલે વિદ્યાર્થીઓ આપઘાત કરે છે’, શિક્ષણમંત્રી નિવેદન આપીને ફરી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જુનાગઢની ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક ઈમારત એવી બહાઉદીન કોલેજમાં રિસર્ચ એન્ડ મેથોડોલોજી પર એક આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયાએ પોતાના વક્તવ્યમાં જીવનમાં શિક્ષણનું મૂલ્ય સમજાવવાની કોશિશ કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે, ડોક્ટર એન્જિનિયર બનતા વિદ્યાર્થીઓ આટલા ઉચ્ચ અભ્યાસ બાદ પણ આત્મહત્યા કરે છે એ શિક્ષણ પદ્ધતિની ખામી દર્શાવે છે. શિક્ષકોની ઘટ અંગેના પ્રશ્ન ન જવાબમાં કહ્યું કે, નવા વર્ષની શરૂઆત કરતા પહેલા શાળાઓમાં શિક્ષકની ઘટ ટુંક સમયમાં ભરતી કરી પૂરી કરવામાં આવશે.

જૂનાગઢના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા પ્રફુલ પાનસેરીયા
જૂનાગઢની બહાઉદીન કોલેજ 125 વર્ષ જૂની છે એવી જ રીતે રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજ 85 વર્ષ જૂની છે. આમ સૌરાષ્ટ્રની બે ઐતિહાસિક કોલેજોએ સંયુક્ત ઉપક્રમે મેથોડોલોજી પર એક સેમીનારનું આયોજન કર્યું હતું. જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓએ પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. આ તકે ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ વિદ્યાર્થીઓને શિક્ષણનું સાચું મૂલ્ય શું છે તે સમજાવવાની કોશિશ કરી હતી.

ADVERTISEMENT

સ્ટેજ પર શિક્ષણ પદ્ધતિને લઈને શું કહ્યું?
તેમણે વક્તવ્યમાં કહ્યું કે, તમે જે મેળવ્યું છે તે જ શ્રેષ્ઠ છે, તેમ માની આગળ વધો અને સફળતા મેળવો. તેમણે પોતાના અનુભવો અને અભ્યાસના કેટલાક ઉદાહરણો પણ આપ્યા. ત્યારે તેમણે વિદ્યાર્થીઓમાં ખૂબ ઝડપથી આગળ વધવાની દોડ અને ઝંખનાને કારણે વિદ્યાર્થીઓ નિરાશા સહન કરી શકતા નથી અને આત્મહત્યા કરે છે, આ માટે આજની શિક્ષણ પદ્ધતિની ખામી કહી શકાય. કારણ કે આટલો ઉચ્ચ અભ્યાસ શીખવ્યા બાદ પણ શિક્ષણનું મૂલ્ય સમજી નહીં શકતા વિદ્યાર્થીઓ નિરાશ થાય છે તેમ જણાવ્યું હતું.

નિવેદન આપ્યા બાદ ફરી ગયા
જોકે તેમણે શિક્ષણ પદ્ધતિમાં ખામી હોવાની વાત વક્તવ્ય બાદ નકારી દીધી હતી અને કહ્યું હતું કે, હું આવું બોલ્યો જ નથી માત્ર શિક્ષણનો ભાર અને ઝડપથી આગળ વધવાના દબાણ નીચે જીવતા વિદ્યાર્થીઓ વિશે મેં આ ઉદાહરણ આપ્યું હતું. મંત્રી પાનસુરીયાએ કહ્યું કે, શાળાઓમાં શિક્ષકોની જે ઘટ્ટ છે તે આગામી વર્ષની શરૂઆતમાં ભરતી કરી પૂરી કરવામાં આવશે. તેમજ જર્જરીત બિલ્ડીંગોને સમારકામ કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT