Elections: મંત્રીઓએ સરકારી ગાડીઓ જમા કરાવી, સરકારી વેબસાઈટ પરથી CM-મંત્રીઓના ફોટો હટ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ, રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે અને 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે આચારસંહિતાના નિયમ મુજબ તમામ સરકારી વેબસાઈટ પરથી મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓની તસવીરો હટાવી લેવામાં આવી છે. બીજી તરફ મંત્રીઓએ પણ સરકારી ગાડીઓ જમા કરાવી દીધી છે.

આ મંત્રીઓએ ગાડીઓ જમા કરાવી
રાજ્યમાં ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ કરાતા સરકારી મંત્રીઓએ ગાડીઓ જમા કરાવી દીધી છે. મંત્રી ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, વિનુ મોરડિયા, પૂર્ણેશ મોદી, મુકેશ પટેલ, મનીષા વકીલ, રાઘવજી પટેલ, પ્રદીપ પરમાર, અરવિંદ રૈયાણી તથા જગદીશ પંચાલે પોતાની ઈનોવા કારને જમા કરાવી દીધી છે.

ADVERTISEMENT

સરકારી વેબસાઈટો પરથી CMની તસવીર હટાવાઈ
બીજી તરફ CMOની વેબસાઈટ, રેવન્યૂ વિભાગની વેબસાઈટ સહિતની સરકારી સરકારી વેબસાઈટો પરથી મુખ્યમંત્રી તથા સંબંધિત વિભાગના મંત્રીઓની તસવીર હટાવી દેવામાં આવી છે. હજુ પણ આગામી કેટલાક દિવસ આ તસવીરો હટાવવાની કાર્યવાહી ચાલુ રહેશે. ઉપરાંત જાહેર સ્થળોએ લગાવેલા હોર્ડિંગ્સ તથા બોર્ડ પણ ઉતારી લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે પણ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. જેમાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર અને 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ, 8મી ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT