સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો પર્દાફાશ, 2 ડમ્પરો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત…
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ વિભાગ અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે. અહીં ગેરકાયદેસર રીતે ચાલતા કામો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જેને લઈને ખાણ…
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ વિભાગ અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે. અહીં ગેરકાયદેસર રીતે ચાલતા કામો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જેને લઈને ખાણ ખનીજ વિભાગના દરોડાથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. નોંધનીય છે કે અત્યારે ગેરકાયદેસર ખનીજ ચોરીની ઘણી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે આ પ્રમાણેનું પગલું ભરતા સ્પષ્ટપણે ગેરકાયદેસર ચાલતા દૂષણો દૂર કરવાની કામગીરી તેજ કરાઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.
ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી પકડાઈ…
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડયા છે. સાયલા સર્કલ પાસેથી ગેરકાયદેસર કારબોસેલની ચોરી કરતા બે ડમ્પરો સહિત અંદાજે રૂ. 27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઝડપાયેલા મુદ્દામાલ સહિત વાહનો પોલીસ મથકે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ભૂમાફિયાઓમાં ફફડાટ
ખાણ ખનીજ વિભાગના દરોડાથી અત્યારે ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં સાયલા સર્કલ પાસે જે પ્રમાણે 2 ડમ્પરો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે એને જોતા ગેરકાયદે ચાલતા ધંધાઓ પર તેમની બાજ નજર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
With Input: સાજિદ બેલિમ
ADVERTISEMENT