ભુજમાં ભેખડ ધસી પડતા 5 મજૂરો દટાયા, 5 સેકન્ડમાં હિટાચી મશીન અને ટ્રક પડીકું વળી ગયા, જુઓ CCTV

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: ભૂજના ખાવડા નજીક એક મોટી દુર્ઘટના ઘટી છે. પૈયા ગામની સીમમાં પથ્થર તોડવાની કામગીરી દરમિયાન 40થી 50 ફૂટ ઊંચા ડુંગર પરથી મોટા પથ્થરો તૂટીને પડ્યા હતા. જેમાં નીચે રહેલા હિટાચી મશીન અને ટ્રક સહિત 5 જેટલા મજુરો દટાઈ ગયા હતા, જોકે હજુ સુધી માત્ર 1 મજૂરનો જ મૃતદેહ મળ્યો છે અને હજુ સુધી બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

પહાડમાંથી પથ્થર તોડવાની કામગીરી દરમિયાન ભેખડ તૂટી
ભુજથી 100 કિલોમીટર દુર આવેલા ખાવડાના પૈયા ગામ પાસે માઈન સ્ટોનની ખાણમાં પથ્થરો તોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન જ પથ્થરની એક મોટી ભેખડ તૂટી પડી હતી અને નીચે કામ કરતા હિટાચી મશીન તથા ટ્રક સહિત 5 લોકો તેમાં જ દટાઈ ગયા હતા. માત્ર 5 સેકન્ડના સમયગાળામાં પથ્થર તૂટીને પડતા મજૂરોને ભાગવાનો પણ સમય ન મળ્યો અને ત્યાં જ દટાઈ ગયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

ADVERTISEMENT

ઘટનાના સીસીટીવી સામે આવ્યા
શુક્રવારે સાંજે 6.13 વાગ્યે બનેલી આ ઘટનાના સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, સાંજના સમયે મશીન અને ટ્રકો પહાડ નીચે ઊભા છે અને પથ્થરો તોડવાની કામગીરી ચાલી રહી છે. અચાનક જ પથ્થરોની ભેખડ તૂટીને નીચે પડે છે અને ધૂળની ડમરીઓ ઉડતી દેખાય છે. મોટા મોટા પથ્થરો હટાવવા પડકારજનક સાબિત થતા હોવાથી હજુ પણ રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. હજુ પણ ડુંગરના પથ્થરો તૂટવાનો ભય લોકોમાં છે. જ્યારે 4 જેટલા મજૂરોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.

(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT