ગુજરાતમાં ફરી 'માઠી' આગાહીઃ અમરેલી, દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સંકટના વાદળો; જુઓ હવામાન નિષ્ણાંતે શું કહ્યું
ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી પણ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી
હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગે કરી આગાહી
1 અને 2 માર્ચે રાજ્યના આ વિસ્તારોમાં પડશે માવઠું!
Unseasonal rain forecast in Gujarat: અમદાવાદ અને રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હવામાન વિચિત્ર બન્યું છે. હવામાનમાં થતાં આકસ્મિક ફેરફારો અંગે હવામાન વિભાગ કે જાણીતા હવામાનશાસ્ત્રીઓ પણ નક્કર આગાહી કરી શકતા નથી. ક્યારેક ઠંડીનું જોર વધે કે ઘટે કે પછી અચાનક તેજ ગતિવાળા પવન ફૂંકાય અને વળી ક્યારેક વાદળછાયું વાતાવરણ એવું છવાઈ જાય કે કમોસમી વરસાદ પડવાની ભીતિ મનમાં ઉભી થાય તેવા પ્રકારના હવામાનથી લોકો પણ થોડા પરેશાન થયા છે. શિયાળો જોકે હવે વિદાય લઈ રહ્યો છે તેવા સમયે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ઠંડીના નવા આ રાઉન્ડમાં ઠંડા પવનો લોકોને ધ્રુજાવે છે. આની વચ્ચે ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી પણ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચે સક્રિય થતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે જ કમોસમી વરસાદ પણ પડી શકે છે. જેના કારણે માછીમારોને 5 દિવસ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.
વધુ વાંચો...શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી માવઠાની આગાહી, જાણો હવામાન નિષ્ણાત Paresh Goswami પાસેથી
હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેશે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંતે પણ કરી છે આગાહી
તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લામાં 1 અને 2 માર્ચે માવઠાની શક્યતા છે. તો સમગ્ર કચ્છ જિલ્લામાં પણ 1 અને 2 માર્ચે માવઠાની સંભાવનાઓ છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડશે માવઠાઃ પરેશ ગોસ્વામી
તેઓએ જણાવ્યું કે, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે. વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. અમુક વિસ્તારોમાં છુટાછવાયા માવઠા પડી શકે છે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ હળવા ઝાપટા પડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT