યુમના એક્સપ્રેસ વે પર બસ સાથે ટક્કર બાદ સ્વિફ્ટ કારમાં લાગી આગ, 5 લોકો જીવતા ભડથું થયા

ADVERTISEMENT

 બચાવો... બચાવો.... ચીસોથી ગૂંજી ઉઠ્યો હાઈવે
બચાવો... બચાવો.... ચીસોથી ગૂંજી ઉઠ્યો હાઈવે
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

યુમના એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત

point

બસ સાથે અથડાયા બાદ સ્વિફ્ટ કારમાં લાગી આગ

point

બંને વાહનોમાં આગ ફાટી નીકળી, 5 લોકોના મોત

Accident News: મથુરાના મહાવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુમના એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક ડબલ ડેકર સ્લીપર બસ બેકાબૂ બનીને ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારે પાછળ આવેલી રહેલી સ્વિફ્ટ કાર બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. 


બસ સાથે ધડાકાભેર અથડાઈ સ્વિફ્ટ કાર 

મળતી માહિતી અનુસાર, આગ્રાથી નોઈડા જઈ રહેલી ખાનગી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈ. આ દરમિયાન પાછળથી આવી રહેલી સ્વિફ્ટ કાર બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.જે બાદ બસની ડીઝલ ટાંકીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.  આ ભયાનક દુર્ઘટનામાં કારમાં બેઠેલા પાંચ લોકોને બહાર નીકળવાની તક મળી નહોતી. જેના કારણે કારની અંદર જ  પાંચેય લોકોના મોત થયા હતા.

બસના મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ

અકસ્માત બાદ બસ અને ભડ-ભડ સળગવા લાગી હતી.  જેના કારણે બસના મુસાફરો કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા પરંતુ કારમાં મુસાફરી કરી રહેલા લોકોને મોકો મળ્યો ન હતો. જેથી કારમાં સવાર પાંચેય લોકો જીવતા જ ભડથું થઈ ગયા હતા. ડબલ ડેકર બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તેઓ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

ADVERTISEMENT

મૃતકોની કરવામાં આવી રહી છે ઓળખ

આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડીએમ અને એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ મૃતકની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે.

    follow whatsapp

    ADVERTISEMENT