લગ્ન સહાય યોજનાના નામે અનેક લોકો છેતરાયા, રિયલ ફ્રેન્ડ સંસ્થાએ લગાવ્યો લાખોનો ચૂનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિશાંગિયા ,રાજકોટ: એક તરફ લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. ત્યારે બીજી તરફ લુટારુઓ એક્ટિવ થઈ ચૂક્યા છે. રાજ્યમાં લગ્ન પહેલા 25,000 રૂપિયા લઈ અને લગ્ન બાદ 1 લાખ રૂપિયાનો ચેક આપવાની લાલચ આપતી ટોળકીએ રાજકોટના 2000 જેટલા લોકો સાથે ફ્રોડ કર્યો છે. આ મામલો લોકો સંસ્થાની ઓફિસ પર એકઠાં થયા છે.

લગ્ન સહાય યોજનાના નામે અનેક લોકો સાથે  છેતરપિંડી કરતી રિયલ ફ્રેન્ડ સંસ્થાએ  2000 જેટલા લોકોને લગાવ્યો લાખોનો ચૂનો લગાવ્યો છે. લોકોને લાલચ આપી અને નોંધણી સમયે આરોપીઓ 25 હજારનો ચેક લેતા હતા. ત્યારબાદ લગ્ન બાદ રૂ.1 લાખનો વાયદો કરતાં હતા. જૂનાગઢમાં વર્ષ 2019માં હરેશ ડોબરીયાએ રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનનામની સંસ્થા શરૂ કરી હતી. અને આ સંસ્થાની ઓફિસ રાજકોટ સહિત અનેક જગ્યાએ ઊભી કરવામાં આવી હતી.

સંસ્થાના કર્મચારીઓ પણ બન્યા ભોગ 
સંસ્થામાં કામ કરનારા કર્મચારીઓ પણ સંસ્થાના સંસ્થાપકોનો ભોગ બન્યા હોવાનું પણ જણાવી રહ્યા છે. તો ફાઉન્ડેશનના સંસ્થાપકો વિરુદ્ધ ધ્રોલ કોર્ટમાં ચેક બાઉન્સ અંગે કેસ પણ ચાલી રહ્યો હોવાનું છેતરાયેલા લોકો જણાવી રહ્યા છે. છેતરાયેલા લોકોનું કહેવું છે કે, તેઓ જ્યારે સંસ્થાની ઓફિસ પર જતા હતા ત્યારે તેમને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવામાં આવતા હતા. જે ફોટોગ્રાફ્સથી હેપી કસ્ટમર કેટલા છે તેવું આભાસી ચિત્ર પણ ઉભું કરવામાં આવતું હતું. તો બીજી તરફ લોકો ને પણ એક લાલચ જાગી હતી કે તેમને ₹25,000 નું રોકાણ કરતા એક લાખ રૂપિયા મળી જશે. જેથી લોકો ચાર ગણા રૂપિયા મેળવવાની લાલચમાં 25000 રૂપિયા માં સભ્ય પદ મેળવી લેતા હતા.

ADVERTISEMENT

લોકો ઉશ્કેરાયા 
રાજ્યમાં રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થા જેમના લગ્ન થવાના હોય તેમની પાસેથી રૂપિયા 25000 લગ્ન ચાંદલા સ્વરૂપે લેવામાં આવતા હતા. લગ્ન થઈ ગયા બાદ રૂપિયા એક લાખનો ચેક આપવાની વાત પણ કરવામાં આવતી હતી. એક લાખનો ચેક આપ્યા બાદ તેમાંથી ₹ 12,500 પાછા આપવાનું પણ કહેવામાં આવતું હતું. તો સાથે જ જ્યારે વ્યક્તિ ચેક લેવા આવે ત્યારે તેણે અન્ય એક સભ્ય સંસ્થાને ફરજિયાત આપવો પડશે તે પ્રકારનું પણ દબાણ કરવામાં આવતું હતું. ત્યારે આ ફ્રોડ સામે આવતા લોકો ઉશ્કેરાયા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT