ભાજપમાં ટિકિટ ફાળવવા અંગે મનસુખ વસાવાનો ઘટસ્ફોટ, જાણો કોને નહો મળે ટિકિટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ પક્ષના કાર્યકરો અને નેતાઓમાં નવો જોમજુસ્સો આવી ગયો છે. તેવામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ બમણી ગતિમાં ચાલી રહી છે. સક્ષમ ઉમેદવાર માટે પક્ષ મહેનત અને મંથન કરી રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે ભાજપમાં ટિકિટ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ ટ્વિટ થકી મોટો ખુલાસો કર્યો છે.તેમણે કહ્યું કે, સિટિંગ  MP – MLA ના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે.

મનસુખ વસાવાએ જણાવ્યું કે ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગાંધીનગરમાં ચાલી છે. જેમાં મેં તથા મારી દીકરી પ્રીતિબેન વસાવાએ પણ ટીકીટ માટે માંગણી કરી હતી. પાર્ટી દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે ચાલુ MP – MLA ના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે. જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

ADVERTISEMENT

સાંસદ મનસુખ વસાવાએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે પાર્ટીના આ નિર્ણયને અમે શિરોમાન્ય ગણી પક્ષ દ્વારા જે આદેશ કરવામાં આવશે તે મુજબ અમે કામ કરીશું. નાંદોદ વિધાનસભા તથા ડેડીયાપાડા વિધાનસભાના ઉમેદવારો માટે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પેનલના નામો મોકલવામાં આવ્યા છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

આ ઉપરાંત વધુ એક ટ્વિટમાં મનસુખ વસાવાએ ઉલ્લેખ કર્યો કે, ‘જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું. એટલું જ નહિ આગેવાનોને શીખ આપતા મનસુખ વસાવાએ એમ પણ જણાવ્યું કે તમામ આગેવાનોએ પણ પાર્ટી જે પણ કોઈ ઉમેદવારને ટીકીટ આપે તેમને અને ભાજપને જીતાડવાના કામે લાગી જવું જોઈએ.’

ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપની ત્રણ દિવસીય ચૂંટણી પસંદગી સમિતિની બેઠક યોજાઈ રહી છે. જેમાં ઉમેદવારોના નામની પ્રથમ પસંદગી કરવામાં આવશે અને ત્યાર બાદ દિલ્હીથી નામની પસંદગી કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT