BJPમાં જેને રહેવું હોય તે રહો નહીં તો જવા માગો તો નીકળી જાઓ, જાણો મનસુખ વસાવા આવું કેમ બોલ્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજપીપળાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટ લેવા માટે પડાપડી થઈ રહી છે. તેવામાં હવે ટિકિટ માગતા કાર્યકર્તાઓ સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ટિકિટ કોને આપવી અને કોને ન આપવી એનો નિર્ણય પાર્ટી દ્વારા કરાશે. કાર્યકર્તાઓ દ્વારા આ પ્રમાણેના નિર્ણય લેવાતા નથી. જેથી જો પાર્ટી સાથે રહેવું હોય તો જોડાયેલા રહો અને છોડવા ઈચ્છતા હોય જે એ જઈ શકે છે.

ગૌરવ યાત્રા દરમિયાન ગુસ્સે થયા વસાવા
નર્મદાના રાજપીપળા ખાતે ગૌરવ યાત્રામાં મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા. તેવામાં સભા સંબોધીને તેમણે ઉમેદવારોના સમર્થકો પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ સંસ્કારવાળી પાર્ટી છે તથા જેને પાર્ટીમાં રહેવું હોય તે રહે બાકી જેને જવું હોય એ જઈ શકે છે. આ દરમિયાન હું એવો છું કે સ્પષ્ટપણે સાચ્ચુ બોલી દઈશ આનાથી ખોટુ લાગે તો લાગે મને કોઈનાથી ફેર પડતો નથી.

ADVERTISEMENT

ટિકિટ આપવાનું પાર્ટી નક્કી કરે છે- વસાવા
ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવાએ એમ પણ કહ્યું હતું કે ટિકિટ અપાવવાનું પાર્ટી નક્કી કરે છે. કાયર્કર્તાઓ પાસે આ નિર્ણય લેવાનો અધિકાર નથી. ભાજપ શિસ્તનું પાલન કરતી એક પાર્ટી હોવાથી અન્ય પક્ષોમાં જેવી રીતે ચાલતુ હોય એમ અહીં ચાલતુ નથી. આપણે અહીં ઝઘડિયા, નાંદોદ અને ડેડિયાપાડાની ત્રણેય બેઠક પર જીતવાનું છે.

    follow whatsapp

    ADVERTISEMENT