સુરતમાં કાળજું કંપાવતી ઘટના: રસ્તા વચ્ચે જ ભ્રૃણ બહાર કાઢ્યું, રોડ પર ફેંકી મહિલા-પુરુષે ચાલતી પકડી
સુરત: ડાયમંડ સિટી સુરતમાં કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. એક મહિલા દ્વારા 3 માસના ભ્રૃણને રસ્તામાં ત્યજીને કંઈ જ બન્યું ન હોય તેમ ચાલતી…
ADVERTISEMENT
સુરત: ડાયમંડ સિટી સુરતમાં કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. એક મહિલા દ્વારા 3 માસના ભ્રૃણને રસ્તામાં ત્યજીને કંઈ જ બન્યું ન હોય તેમ ચાલતી પકડી હતી. માનવતા મરી પરવારી હોય તેમ રોડ વચ્ચે ભ્રૃણ ફેંકી મહિલા અને પુરુષ જતા રહેતા પોલીસે માતા-પિતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભ્રૃણ ત્યજી દેવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.
ગળામાં નાળ લપેટાયેલી હાલતમાં ભ્રૃણ મળ્યું
સુરતમાં ગોડાદરા લક્ષ્મીનારાયણ સોસાયટી નજીકથી એક ત્રણ માસના બાળકનું ગળામાં નાળ લપેટાયેલી સ્થિતિમાં ભ્રૃણ રસ્તા પરથી મળી આવ્યું હતું. જેને લઈને ચકચાર મચી જવા પામી છે. રસ્તા પરથી આ રીતે ભ્રૃણ મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભ્રૃણ ત્યજીને ફરાર થનાર માતા-પિતા સામે ગુનો નોંધીને તેમની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: કચ્છમાં BJP આગેવાન દારૂ પીતા ઝડપાયા, ઘરમાં ઝઘડો થતા પત્નીએ જ પોલીસને ફોન કરી દીધો
ADVERTISEMENT
સીસીટીવીમાં દંપતિ ઝડપાયું
ભ્રૃણને ત્યજીને ફરાર માતા-પિતાને શોધવા પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં એક સીસીટીવી ફૂટેજમાં રાતના અંધારામાં મહિલા અને પુરુષ દેખાય છે. જેઓ રસ્તા પર જ ભ્રૃણને કાઢે છે અને તેને ત્યાં રસ્તા પર ફેંકીને ફરાર થઈ જાય છે. કેમેરામાં કેદ થયેલી આ ઘટના કાળજું કંપાવે તેવી છે. હાલ તો પોલીસે આ ફરાર દંપતિને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટના
નોંધનીય છે કે, આ પહેલા સુરતમાં કાપોદરા વિસ્તારમાંથી પણ નવજાત બાળકીનું ભ્રૃણ મળી આવ્યું હતું. જોકે રખડતા શ્વાન ભ્રૃણને ખેંચીને લઈ આવતા મામલો સામે આવ્યો હતો. આ પહેલા જામનગરમાં પણ જી.જી હોસ્પિટલના ગેટ બહાર નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT