‘હું એવો સાહેબ છું જે પીધેલો હોયને બોલું, તે જ કાલે બોલીશ’, નાયબ મામલતદાર દારૂ પાર્ટી કરતા દેખાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી/મહીસાગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરાં ઉડી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં બે દિવસમાં દારૂની મહેફિલ માણતા સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીના વીડિયો થયા વાયરલ છે. ગઈકાલે ડાંગર તોલવા આવેલા અધિકારીઓની દારૂની મહેફીલનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે આજે કડાણાના નાયબ મામલતદારનો દારૂના ગ્લાસ સાથેનો વીડિયો સામે આવ્યો છે. ગુજરાત Tak આ વાઈરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. જોકે સરકારી અધિકારી જ દારૂના ગ્લાસ સાથે જોવા મળતા ખળભળાટ મચી ગયો છે.

હાથમાં દારૂનો ગ્લાસ લઈને પાર્ટી કરતા દેખાયા નાયબ મામલતદાર
મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રાકેશ પરમાર નામના અધિકારીનો દારૂ પીતો વિડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ હાથમાં દારૂનો ગ્લાસ પકડીને બોલી રહ્યા છે કે, ‘હું એવો સાહેબ છું કે પીધેલો હોયને જે બોલું, તે જ આવતીકાલે બોલીશ.’ સમગ્ર રાજ્યમાં દારૂબંધી છે ત્યારે મહીસાગર જિલ્લામાં એક નાયબ મામલતદાર કક્ષાનો અધિકારી સરકારને અને પોલીસ તંત્રને પડકાર ફેંકતા હોય તેમ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આવા અધિકારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: મહિસાગરમાં ડાંગર તોલવા આવેલા અધિકારીઓ ખુલ્લામાં માણી રહ્યા હતા દારૂની મહેફીલ, વિડીયો થયો વાયરલ

ADVERTISEMENT

6 મહિના જૂનો વીડિયો હોવાનું જણાવ્યું
Gujarat Tak દ્વારા આ નાયબ મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે ટેલિફોનિક વાતચીતમાં વીડિયો 6 મહિનાથી પણ જૂનો હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, તેઓ મિત્રના ઘરે ગયા હતા, ત્યારનો વીડિયો છે. તેમની સાથે અન્ય એક નાયબ મામલતદાર પણ હતા. તેમણે જ આ વીડિયો ઉતાર્યો હોવો જોઈએ. રાકેશ પરમારે આક્ષેપ કર્યો હતો કે, તેમની સાથેના નાયબ મામલતદાર અગાઉ કેટલાક પત્રકારોને લઈને તેમની પાસે આવ્યા હતા અને વીડિયો બતાવીને મામલો દબાવવાની વાત કરી હતી. જોકે પૈસા ન આપતા તેમણે વાઈરલ કરી દીધો.

આ પણ વાંચો: થર્ટી ફર્સ્ટ પહેલાં દાહોદમાં 40 જગ્યાએ પોલીસના દરોડા, 26 આરોપીઓની ધરપકડ

ADVERTISEMENT

ગઈકાલે ડાંગર તોલવા આવેલા કર્મચારીઓની દારૂ પાર્ટી પકડાઈ હતી
ઉલ્લેખનીય છે કે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં પણ ગઈકાલે લુણાવાડા કોલેજ ગ્રાઉન્ડમાં ટેકાના ભાવે ડાંગર ખરીદી કરતા કર્મચારીઓનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો હતો અને આજે ફરી એકવાર મહીસાગર જિલ્લાના કડાણાના નાયબ મામલતદારનો દારૂના ગ્લાસ સાથે વીડિયો વાયરલ થયો છે ત્યારે તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી છે જેથી બીજી વાર આવા કૃત્યો કરતા અધિકારીઓ વિચાર કરે ત્યારે જોવું રહ્યું કે તંત્ર કેવી પ્રકારની કાર્યવાહી કરે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT