AAPમાંથી વર્ષ પહેલા રાજીનામું આપનારા આ નેતાને ટિકિટ મળતા ખુદ આશ્ચર્યમાં, FB લાઈવ કરીને શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા: માતર વિધાનસભા બેઠક એ કોંગ્રેસ અને ભાજપ માટે વર્ચસ્વ સમાન બની ગઈ છે. એવામાં આમ આદમી પાર્ટી એ આજે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. અને માતર વિધાનસભા બેઠક પર મહિપતસિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી. પરંતુ આ બધાની વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મહિપતસિંહ ચૌહાણની જાણ બહાર જ આ નામ જાહેર કરાયું હોવાનું બહાર આવ્યુ છે. જેને લઈને હવે માતરનું રાજકારણ ગરમાયુ છે.

AAP દ્વારા મહિપતસિંહ ચૌહાણને ટિકિટ અપાઈ
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યુ છે. એવામાં આમ આદમી પાર્ટી ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. જે અંતર્ગત આજે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનુ આઠમું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું અને આ લિસ્ટમાં ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પર મહિપતસિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી. જેને લઈને ખુદ મહીપતસિંહ ચૌહાણ પણ આશ્ચર્યમાં મુકાયા છે.

મહિપતસિંહ ચૌહાણ ટિકિટ મળતા આશ્ચર્યમાં મુકાયા
મહિપતસિંહ ચૌહાણે ફેસબુક લાઈવ કરીને જણાવ્યું કે, આમ આદમી પાર્ટી એ મારા નામની જાહેરાત કરી તેનાથી હું આશ્ચર્યમાં મુકાયો છું. પરંતુ હવે જ્યારે નામની જાહેરાત કરી છે, ત્યારે હું આમ આદમી પાર્ટીમાંથી જ ચૂંટણી લડીશ. પરંતુ મેં બે વિધાનસભા સીટ એટલે કે માતર અને ખંભાત માટે ટિકિટ માંગી છે. તો આમ આદમી પાર્ટી દ્વારા ખંભાત બેઠક પર પણ ટિકિટ આપવામાં આવે તેવી માંગણી તેમણે ફેસબુક લાઈવના માધ્યમથી કરી છે.

ADVERTISEMENT

1 વર્ષ પહેલા જ પાર્ટી છોડી દીધી હતી
મહત્વનું છે કે મહિપતસિંહ ચૌહાણ અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા હતા અને પાર્ટીમાં જોડાવાના ગણતરીના જ દિવસોમાં તેમણે પાર્ટીને અલવિદા કહી દીધું હતું. પરંતુ આજે એકા એક એમના નામની જાહેરાત થતા પાર્ટીના કાર્યકરો કરતા વધારે ખુદ મહિપતસિંહ ચૌહાણને જ આશ્ચર્ય થયું છે. માતર વિધાનસભા બેઠક આ વખતે ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની છે. એવામાં બંને પાર્ટી માટે મહિપતસિંહ ચૌહાણ એક મજબૂત ઉમેદવાર તરીકે લડત આપી શકવાની સંભાવના વર્તાઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT