મધુ શ્રીવાસ્તવે વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે કહ્યું- મને કોઈ નોટિસ નથી મળી; મળશે તો જવાબ આપીશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર તથા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કાર્યકર્તાના કોલર પકડનારાને ઘરમાં ઘુસીને ગોળી મારવાની વાત કરી હતી. તેવામાં એવી અટકળો વહેતી થઈ કે મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જોકે આ અંગે મધુ શ્રીવાસ્તવ સાથે ગુજરાત તકે વાતચીત કરી તો તેમણે કહ્યુંકે મને હજુ સુધી કોઈ નોટિસ મળી નથી. મેં કોઈ પાર્ટીને ટાર્ગેટ કરીને આ વાત નથી કહી.

મને કોઈ નોટિસ મળી નથી- મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવ પર કાર્યવાહી અંગે એક્શન લેવાયું એવી અટકળો અંગે દબંગ નેતાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું છે કે મને હજુ સુધી કોઈ ચૂંટણી અધિકારી મળ્યો નથી કે આ બાબતે કોઈ નોટિસ પણ આવી નથી. હું એટલું જ કહેવા માગુ છું કે મેં કોઈ પાર્ટીને ટાર્ગેટ કરીને આ નિવેદન આપ્યું નથી. મેં કોઈ અપક્ષ પર પણ નિશાન નથી સાધ્યું. મેં કાર્યકર્તા વિશે વાત કરી અને એમા પણ ખઈ વિવાદાસ્પદ બોલ્યો નથી. જો એવું હશે તો મને નોટિસ ફટકારાશે હું એનો જવાબ આપીશ.

તમે લોકોએ મને દબંગ બનાવ્યો છે- મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવને એમ પૂછવામાં આવ્યું કે તમારી દબંગ છબીના કારણે ઘણા વિવાદ થાય છે. એ અંગે તેમણે કહ્યું કે મને તો તમે બધાએ મળીને જ દબંગ બનાવ્યો છે. હું તો બજરંગ બલીનો ભક્ત છું, તમારા બધાનો સેવક છું. અત્યારે જે કઈપણ સિદ્ધિ મે મેળવી છે તે બજરંગ બલીના આશીર્વાદથી જ મેળવી છે.

With Input: દિગ્વિજય પાઠક

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT