LPG Price: 1 જાન્યુઆરી પહેલા રાહતના સમાચાર! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

LPG Price: 1 જાન્યુઆરી પહેલા LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. આજથી એટલે કે 22 ડિસેમ્બરથી દિલ્હીથી લઈને પટના સુધી LPG સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તો થઈ ગયો છે. આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જાણો કેટલામાં મળશે સિલિન્ડર

આજથી દેશની રાજધાની દિલ્હીમાં ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડર 1757 રૂપિયામાં મળશે. પહેલા તે 1796.50 રૂપિયામાં મળતો હતો. કોલકાતામાં તે જ 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે 1868.50 રૂપિયા થઈ ગઈ છે. 1 ડિસેમ્બરથી ગઈકાલ સુધી તે 1908 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. હવે મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર 1749 રૂપિયાના બદલે 1710 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં આજથી એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તો થઈને 1929 રૂપિયામાં વેચાશે. અમદાવાદની વાત કરી તો અમદાવાદમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1795થી ઘટીને 1755.50 રૂપિયા થઈ ગઈ છે.

1 ડિસેમ્બરે ભાવમાં કરાયો હતો વધારો

તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 16 નવેમ્બરે કરવાચૌથના દિવસે 19 કિલોનો LPG સિલિન્ડર 100 રૂપિયાથી વધુ મોંઘો થયો હતો.

ADVERTISEMENT

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે તો બીજી તરફ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. IOCLની વેબસાઇટ અનુસાર, તે દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા, અમદાવાદમાં 910 અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

 

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT