અમદાવાદ સિવિલમાં ધોળા દિવસે કર્મચારીઓની દારૂ પાર્ટી, પબ્લિકે રેડ પાડતા સેનેટરી ઓફિસર ભાગ્યા
અમદાવાદ: રાજ્યમાં થર્ટી ફર્સ્ટ પતી ગઈ અને નવું વર્ષ પણ શરૂ થઈ ગયું, જોકે તેમ છતા હજુ દારૂની મહેફિલના વીડિયો સામે આવી રહ્યા છે. અમદાવાદની…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં થર્ટી ફર્સ્ટ પતી ગઈ અને નવું વર્ષ પણ શરૂ થઈ ગયું, જોકે તેમ છતા હજુ દારૂની મહેફિલના વીડિયો સામે આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધોળા દિવસે દારૂની મહેફિલ માણતા સિવિલના કર્મચારીઓનો વીડિયો સામે આવ્યો છે. ચાલુ ફરજ દરમિયાન જ હોસ્પિટલના કર્મચારીઓની દારૂ મહેફિલનો સ્થાનિકોએ વીડિયો ઉતારી લીધો હતો અને પોલીસ બોલાવી હતી.
સ્થાનિકોએ દારૂ પાર્ટીમાં રેડ પાડી
ઘટનાની વિગતો મુજબ, સિવિલ હોસ્પિટલના સેનેટરી ઈન્સ્પેક્ટર સહિત 6 શખ્સો મેઘાણીનગરના સોપાન-8ના વોર્ડનની ઓફિસમાં બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન જ કેટલાક જાગૃત લોકો ત્યાં પહોંચી ગયા. જે જોઈને સેનેટરી ઈન્સ્પેક્ટર ત્યાંથી યુ.એન મહેતા હોસ્પિટલ પાસે ભાગી રહ્યો હતો, જોકે પબ્લિકે તેમને ભાગતા ઝડપી લીધા હતા. બાદમાં લોકોએ તેમને પકડીને પોલીસને જાણ કરી. ઘટના બાદ પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ હતી.
કાર્યવાહી કરવાને બદલે પોલીસે હદના વિવાદમાં પડી
જ્યારે લોકોએ શાહીબાગ પોલીસને ઘટના અંગે જાણ કરી તો તેમણે આ બનાવ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બન્યો હોવાનું કહી દીધું. જ્યારે મેઘાણીનગર પોલીસને જાણ કરી તો તેમણે શાહીબાદ પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો હોવાનું કહી દીધું. આમ બંને પોલીસે હાથ ઊંચા કરી દેતા હદનો વિવાદ શરૂ થયો હતો. આખરે શાહીબાદ પોલીસે દારૂની મહેફિલ માણનારા આ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT