ગાંધીનગર સચિવાલયમાં ફરી એકવાર દીપડો ફરતો દેખાયો, વન વિભાગ દોડતું થયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગાંધીનગર સચિવાલયમાં ફરી એકવાર દીપડો ફરતો દેખાતા વન વિભાગ દોડતું થઈ ગયું છે. સચિવાલયના પાછલા ભાગમાં દેખાયેલો દીપડો ત્યાંથી સાબરમતી નદી તરફ જતો દેખાયો હતો. ગઈકાલે મોડી રાત્રે દીપડો દેખાતા વનવિભાગે તપાસ હાથ ધરી છે. જોકે હજુ સત્તાવાર રીતે દીપડા અંગે કોઈ માહિતી સામે આવી નથી.

વન વિભાગે દીપડાની તપાસ શરૂ કરી
જોકે દીપડા અંગેની માહિતી મળતા જ વિન વિભાગના અધિકારીઓએ સચિવાલયના પાછળના ભાગમાં તપાસ શરૂ કરી હતી અને દીપડાના પંજાના નિશાન તથા કોઈ સુરાખ શોધવામાં લાગ્યા હતા.

ADVERTISEMENT

અગાઉ 2018માં પણ સચિવાલયમાં દીપડો ઘુસ્યો હતો
નોંધનીય છે કે, આ પહેલા વર્ષ 2018માં પણ સચિવાલયમાં દીપડો ઘુસ્યો હતો. ત્યારે વન વિભાગની 10 જેટલી ટીમોએ પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂક્યા હતા. ગેટ પર સીસીટીવીમાં દીપડો દેખાતા સચિવાલયમાં પણ રજા જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે હવે ફરી એકવાર દીપડાએ સચિવાલયમાં દેખા દીધી હોવાની વાત સામે આવતા તંત્ર દોડતું થયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT