Gujarat Congressના નેતાઓના દિલ્હીમાં ધામા, પાર્ટી હાઈકમાન્ડ સાથે યોજાઈ બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

Politics News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પણ કમર કસી છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા રણનીતિઓ ઘડાઈ રહી છે. આ બધાની વચ્ચે શનિવાર સવારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની સાથે બેઠક યોજી હતી.

કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે યોજાઈ બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ હવે કોઈ કસર છોડવા ન માંગતી હોય તેમ તૈયારીમાં લાગી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ શનિવારે સવારે દિલ્લીની ઠંડી વચ્ચે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રભારી મુકુલ વાસનિક અને કે.સી.વેણુગોપાલ ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

ગુજરાત કોંગ્રેસના આ નેતાઓ રહ્યા હાજર

જ્યારે પ્રદેશ તરફથી શક્તિસિંહ ગોહિલ, મધુસુદન મિસ્ત્રી, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર, અમિ યાજ્ઞિક, લલિત કગથરા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, લાલજી દેસાઈ અને ઋત્વિક મકવાણા હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી સહિત વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી

આ મુદ્દાઓ પર કરાઈ ચર્ચા

આજની બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરુપે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ બેઠકમાં ભારત જોડો યાત્રા-2નું ગુજરાતથી આયોજન કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. તો કોંગ્રેસના આગામી કાર્યક્રમ અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામા આવી હતી.

ADVERTISEMENT

લોકસભાની ચૂંટણીને ઓછો સમય બાકી

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને હવે ખુબ જ ઓછો સમય બાકી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપે 26એ 26 બેઠક જીતી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ ભાજપના આ વિજય રથને રોકવા માટે પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસ તેમાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT