BREAKING: મલ્લિકાર્જુન ખડગે બન્યા કોંગ્રેસના નવા અધ્યક્ષ, 9385માંથી 7897 વોટ મળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દેશન સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને આજે તેના નવા અધ્યક્ષ મળી ગયા છે. સવારે 10 વાગ્યાથી કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલટમાં વોટોની ગણતરી ચાલી રહી હતી. જેમાં મલ્લિકાર્જુન ઘડગે 7897 વોટ મેળવીને કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. જ્યારે શશિ થરૂરને 1072 વોટ મળ્યા હતા. જ્યારે 416 વોટ અમાન્ય ગણવામાં આવ્યા હતા.

મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે 17 ઓક્ટોબરે મતદાન થયું હતું. જમાં 9915માંથી 9500થી વધારે ડેલિગેટ્સે મતદાન કર્યું હતું. 24 વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું છે જ્યારે કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ અધ્યક્ષ પદ પર પહોંચી છે.

ADVERTISEMENT

શશિ થરૂરે હાર સ્વીકારી
શશિ થરૂરે ચૂંટણીના પરિણામ બાદ પોતાની હાર સ્વીકારી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, કોંગ્રેસના પ્રસિડેન્ટ બનવું એ ખૂબ મોટી જવાબદારી છે. હું ખડગેજીને આ કામ માટે શુભેચ્છાઓ પાઠવું છું. દેશભરમાં કોંગ્રેસના શુભેચ્છકો તરફથી હજારથી વધુ સાથીઓનો સપોર્ટ મળ્યો તો ખૂબ જ ગર્વની બાબત છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT