લલિત વસોયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- પેરાશૂટ ઉમેદવાર મૂકવો ભારે પડશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો દોર ધમધમી ઉઠ્યો છે. ત્યારે લલિત વસોયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે કહ્યું છે કે ધોરાજીમાં ભાજપને પેરાશૂટ ઉમેદવાર મૂકવો મોંઘો પડી શકે છે. ગત વખતે જે ભૂલ કરી હતી તેનું જ પુનરાવર્તન થતું હોવાની વાત જણાવી હતી. આની સાથે ધોરાજી ઉપલેટા બેઠક પરથી સ્થાનિક ઉમેદવાર જ ફાવશે એવો હુંકાર કર્યો હતો.

ભાજપ ભૂલ કરી ગઈ- લલિત વસોયા
મીડિયા અહેવાલો પ્રમાણે લલિત વસોયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે ગત ચૂંટણીમાં જેમ ભાજપે પેરાશૂટ ઉમેદવાર ઉતારી હારનો સ્વાદ ચાખ્યો હતો. તેવી જ રીતે આ વખતે પણ ભાજપે એક જેવી જ ભૂલ કરી છે. આ ટર્મની ચૂંટણીમાં પણ તેઓ ચૂકી જાય એમ લાગી રહ્યું છે. ધોરાજી ઉપલેટાની પ્રજા સ્થાનિક ઉમેદવારને જ પસંદ કરે છે. બહારના પેરાશૂટ ઉમેદવારોનું ચૂંટણીના મેદાનમાં કોઈ સ્થાન નથી.

ભાજપ લીલા તોરણે પાછી જશે- વસોયા
અહેવાલો પ્રમાણે લલિત વસોયાએ વધુમાં કહ્યું કે ભાજપ લીલા તોરણે પાછી જશે એમ લાગી રહ્યું છે. વળી અહીં ભાજપ દ્વારા આયોજિત તમામ સભામાં લોકોની પાંખી હાજરી હોવાનો દાવો પણ લલિત વસોયાએ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT