કચ્છની કાટમાળથી શિખર સુધીની સફર, જાણો PM મોદીની મુલાકાત કેમ ખાસ છે
કચ્છઃ 26 જાન્યુઆરી 2001, આ દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળની કલમે લખાયો હતો. ગોઝારા ભૂંકપે આખા જિલ્લાને હચમચાવી દીધું હતું. વળી આમા ભોગ બનેલા નાગરિકો હજુ…
ADVERTISEMENT
કચ્છઃ 26 જાન્યુઆરી 2001, આ દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળની કલમે લખાયો હતો. ગોઝારા ભૂંકપે આખા જિલ્લાને હચમચાવી દીધું હતું. વળી આમા ભોગ બનેલા નાગરિકો હજુ પણ એ દિવસની યાદો સાથે જીવીત છે. નોંધનીય છે કે આ ભૂકંપ બાદ પણ કચ્છ ફરીથી ખડેપગે છે. તેવામાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ડ્રિમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનના નિર્માણને મંજૂરી આપી હતી. જે ભૂકંપના ભોગ બનેલા નાગરિકોની યાદમાં બનાવાયું છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદી 28 ઓગસ્ટ 2022ના દિવસે કરવા જઈ રહ્યા છે. ચલો આપણે કચ્છના કાટમાળથી શિખર સુધી પહોંચવાની સફર પર નજર કરીએ…
PM મોદીએ 90થી વધુ વાર કચ્છ પ્રવાસ કર્યા
2001માં જે ભૂકંપ આવ્યો એણે સમગ્ર કચ્છને કાટમાળમાં ફેરવી દીધું હતું. આ ઘટનાની ચર્ચા દેશ-વિદેશમાં થવા લાગી હતી અને દરેકની નજર કચ્છ પર જ હતી. તેવામાં કચ્છની કાયાપલટ કરવા માટે ગુજરાત સરકારે ખાસ પ્લાન તૈયાર કર્યો હતો. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવાર નવાર કચ્છની મુલાકાત લીધી હતી અને તેને ફરીથી પાયો નાખી ઉભુ કરવામાં પણ મદદ કરી હતી. તેવામાં સ્મૃતિવનના લોકાર્પણ પહેલાં કચ્છની સફર પર નજર કરીએ.
ADVERTISEMENT
કચ્છના નવનિર્માણનો પાયો નાખવા માટે રસ્તાઓની એક ખાસ ચેઈન બનાવાઈ હતી. આ દરમિયાન સૌની યોજના સહિતની પહેલ દ્વારા કચ્છના લોકોને ફરીથી નવજીવન સર્જવાની તક મળી હતી. કચ્છના લોકોએ પણ હાર માન્યા વિના ફરીથી પોતાનો પાયો મજબૂત કર્યો હતો. જોત જોતામાં કચ્છની કાયાપલટ થઈ ગઈ અને દુનિયાનો સૌથી મોટો હાઈરિન્યૂઅલ સોલર પ્લાન્ટથી લઈ અન્ય ઊંટના દૂધના પ્રોસેસિંગ પ્લાન્ટ સુધીની સુવિધા કચ્છમાં આવી ગઈ છે. અત્યારે કચ્છમાં ખારા પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ પણ મોખરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
PM મોદી કચ્છમાં શેની જાહેરાત કરશે…
વડાપ્રધાન મોદી સ્મૃતિવનના લોકાર્પણ સાથે ગાંધીધામમાં કલ્ચરલ હોલ તથા સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આની સાથે જ વડાપ્રધાન મોદી 2001ના ભૂકંપ પીડિતોની યાદમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. સ્મૃતિ વનમાં ભૂકંપમાં જીવ ગુમાવનારા 12,932 પીડિતોની તકતીઓ મુકવામાં આવી છે. નોંધનીય છે કે કચ્છના લોકોએ હિંમત ન હારી આફતને અવસરમાં બદલી જિલ્લાની કાયાપલટ કરી નાખી છે.
ADVERTISEMENT