ક્ષત્રિય સમાજના કાર્યકરો ભાજપમાં જોડાતા કપડવંજ વિધાનસભા બેઠકનું બદલાશે સમીકરણ?

ADVERTISEMENT

kapadvanj
kapadvanj
social share
google news

હેતાલી શાહ, ખેડા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કાર્યકરોના પક્ષ પલટા જોવા મળી રહ્યા છે એવામાં ખેડા જિલ્લામાં ભાજપ એ સાતે સાત વિધાનસભામાં ભગવો લહેરાય તે માટે કમર કસી લીધી છે. જે અંતર્ગત આજે નડિયાદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે કઠલાલ – કપડવંજ અને મહુધાના ક્ષત્રિય સમાજના 400 થી વધુ યુવા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. મહત્વનું છે કે કપડવંજ વિધાનસભા અને મહુધા વિધાનસભા ક્ષત્રિય મતદારોના પ્રભુત્વ વાળી બેઠક છે. અને એવામાં ક્ષત્રિય સમાજના ખાસ કરીને યુવા કાર્યકરો ભાજપમાં જોડાતા હવે આ બેઠકોનુ સમીકરણ બદલાઈ રહ્યું છે.

કોંગ્રેસને થશે નુકશાન
આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. એવામાં ખેડા જિલ્લામાં આ સિલસિલો સતત યથાવત રહ્યો છે, ત્યારે આજે નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલયમાં જિલ્લાના કઠલાલ,કપડવંજ અને મહુધ ક્ષત્રિય રાજપૂત યુવા શક્તિ સંગઠનના 400થી વધુ યુવાનો ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ,રાજ્યસરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ , મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ નટુભાઈ સોઢા ,ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની આગેવાની હેઠળ આ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ક્ષત્રિય રાજપૂત યુવા શક્તિ સંગઠનના સ્નેહલસિંહ સોલંકી, પર્વતસિંહ ઝાલા,અતુલસિંહ પરમાર,પ્રવિણસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામા કાર્યકરોએ સમાજ અને રાષ્ટ્ર સેવાના ઉદ્દેશથી આજે ભાજપમાં જોડાયા છે. ત્યારે ખાસ કરીને કપડવંજ વિધાનસભામા કોંગ્રેસને નુકશાન થવાની સંભાવના વર્તાઈ રહી છે.

ક્ષત્રિય મતદારોનુ પ્રભુત્વ વધુ
વર્ષ 2012મા નવા સીમાંકન બાદ કપડવંજ અને કઠલાલ વિધાનસભા એક થઈ અને કપડવંજ વિધાનસભા બેઠક બની. જે સમયે કઠલાલ વિધાનસભા બેઠક હતી ત્યારે આ બેઠક પર ભાજપ ક્યારે પણ ભગવો લહેરાવી શકી નથી. પરંતુ કપડવંજની વાત કરીએ તો નવા સીમાંકન પહેલા કપડવંજ વિધાનસભા બેઠક પર ભાજપ ત્રણ વખત ભાગવો લહેરાવી ચૂકી છે. પરંતુ નવા સીમાંકન બાદ બંને બેઠક એક થતા આ બેઠક કોંગ્રેસના ફાળે રહી છે. ને એમાય પૂર્વ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા પણ કપડવંજ વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. આ બેઠક પર ક્ષત્રિય મતદારોનુ પ્રભુત્વ વધુ છે. અને આ મતદારો ચૂંટણી જીતવા માટે નિર્ણાયક સાબીત થાય છે. આ વખતે ભાજપ ખેડા જિલ્લાની તમામ 6 બેઠક જીતવાના લક્ષ્યને લઈને ચાલી રહી છે. અને જીતવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. અગાઉ પણ કઠલાલના રહેવાસી અને જીલ્લા કોંગ્રેસના પ્રમુખ એવા રાજેશ ઝાલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે આજે ક્ષત્રિય રાજપુત યુવા શક્તિના કાર્યકરો મોટી સંખ્યામા જોડાતા હવે આ બેઠક કોના ફાળે જાય છે તે જોવું રહ્યુ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT