પાટીદાર અને ક્ષત્રિયો બાદ વધુ એક સમાજ મેદાને આવ્યો, ચૂંટણીમાં 72 બેઠકો પર ટિકિટની માગણી કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે બીજી તરફ તમામ સમાજના પ્રતિનિધિઓ પણ પોતા પોતાના સમાજના આગેવાનોને ટિકિટ મળે તે માટે માગણી કરી રહી છે. તાજેતરમાં જ પાટીદારો દ્વારા પટેલ સમાજના આગેવાનોને વધુ ટિકિટ આપવા માટે માંગ કરાઈ હતી. ત્યારે હવે વધુ એક સમાજે તમામ પક્ષો સમક્ષ પોતાના સમાજના આગેવાનોને ટિકિટ મળે તેવી માગણી કરી છે.

’35 વર્ષથી કોળી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે’
ગઈકાલે ભાવનગરમાં કોળી સમાજના આગેવાનોની એક ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં મહામંડલેશ્વર ઋષિ ભારતીબાપુ સહિત કોળી સમાજના 4 જુદા જુદા સંગઠનોના આગેવાનોએ હાજરી આપી હતી. જેમાં ભારતી બાપુએ ટિકિટની વહેંચણીને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘ગુજરાતની 182 બેઠકમાંથી 72 બેઠકો ઉપર કોળી સમાજને હક છે તો તેને ન્યાય મળવો જોઈએ. સમાજને જે પક્ષ ટિકિટ વધુ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે. છેલ્લા 35 વર્ષથી કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઈ રહ્યો છે જે વ્યાજબી નથી.’

વિધાનસભાની અડધી બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ
ગુજરાતના રાજકારણમાં કોળી સમાજની વોટબેંક મોટી ગણાય છે અને ચૂંટણીમાં કોળી સમાજનું સમર્થન તમામ પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે તાજેતરમાં જ કોળી સમાજનું એક સંમેલન યોજાયું હતું. જેમાં પણ ભારતી બાપુએ કહ્યું હતું કે, આગામી ચૂંઠણીમાં મુખ્યમંત્રી તરીકે કોળી સમાજનો ચહેરો હોવો જોઈએ. કારણ કે કોળી સમાજ રાજ્યનો સૌથી મોટી સમાજ છે અને વિધાનસભાની અડધી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે, હવે સમાજે સંગઠિત થઈને તાકાત બતાવવાનો સમય આવી ગયો છે.

ADVERTISEMENT

અગાઉ પાટીદાર અને ક્ષત્રિય સમાજે માગી હતી ટિકિટ
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું. જ્યારે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષે ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી 25થી 30 બેઠકો પર વિવિધ પક્ષો પાસે ટિકિટની માંગ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT