કોંગ્રેસના નેતાઓએ જાણો કેમ પક્ષ છોડ્યો, પવન ખેરાએ કર્યો મોટો ખુલાસો
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ દરમિયાન ગુજરાતની 2017થી 2022ની ચૂંટણી દરમિયાન 20 જેટલા ધારાસભ્યોએ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ દરમિયાન ગુજરાતની 2017થી 2022ની ચૂંટણી દરમિયાન 20 જેટલા ધારાસભ્યોએ સાથ છોડ્યો છે. આ મામલે ગુજરાત તકના બેઠક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા પવન ખેરાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર હોય કે ભાજપ સરકાર તે ઇડી, સીબીઆઇ અને ઇન્કમટેક્સ સાથે ગઠબંધનથી ચાલે છે.
વર્ષ 2017થી 2022 દરમિયાન કોંગ્રેસ ના 20 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ મામલે કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું કે ચૂંટણી નજીક આવે તો ઘણાં લોકો પક્ષથી નારાજ થઈ જાય છે અને પક્ષ છોડે છે. અમારા નેતાએ પક્ષ કેમ છોડ્યો એ સ્પષ્ટ છે. આ કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર. આ એક ગઠબંધન સાથે ચાલે છે. આ ગઠબંધન માં ઇડી, સીબીઆઇ અને ઇન્કમટેક્સ. આ તમામ એજન્સી સાથે ગઠબંધન છે. ઘણા લોકો ડરી જાય છે. અને અમુક અમારા જેમ નીડર હોય છે. જે લડી લે છે. અમને કોઈ ડર નથી.
આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં પવન ખેરા એ કહ્યું કે આમ આદમી પાર્ટીનું જાહેરાતનું બજેટ ખૂબ જ વધુ છે. અમારી દિલ્હીની સરકાર હતી તે સમયે 22 કરોડ અમારું જાહેરાતનું બજેટ હતું દર વર્ષે. જ્યારે આમ આદમી પાર્ટીનું જાહેરાતનું એક વર્ષનું બજેટ 550 કરોડ છે. જે લિકર કૌભાંડમાં પૈસા કમાયા તે જાહેરાત પાછળ ખર્ચ કરી દીધા. અમે ગુજરાત ના લોકો ના જીવન સાથે જોડાયેલા મુદ્દાઓને લઈ ચૂંટણી લડીએ છીએ. અમે ચહેરા અને પૈસા થી ચૂંટણી નથી લડતા. આ અમારી તાકાત સમજો કે કમજોરી એ તમે સમજો.
ADVERTISEMENT
ADVERTISEMENT