પ્રથમ તબક્કાના લેખા-જોખા: 2017 અને 2022ના સમીકરણો વચ્ચે જાણો શું બદલાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો પડઘમ મંગળવારે સાંજે શાંત થઈ ચૂક્યો છે. આવતી કાલે ગુરુવારે પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. જેના માટે 788 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા આ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ હતી, પરંતુ આ વખતે રાજકીય માહોલ બદલાયો છે. કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે અને ચૂંટણી જંગ ત્રિકોણીય માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે શું ભાજપ અને કોંગ્રેસ તેમની જૂની કામગીરીનું પુનરાવર્તન કરી શકશે?

પ્રથમ તબક્કામાં કોંગ્રેસ-ભાજપ-આપ
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 89 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 88, BSP 57 અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીનના 6 ઉમેદવારો મેદાનમાં છે. આ સિવાય સપા અહીં એક સીટ પર અપક્ષ ઉમેદવારને સમર્થન આપી રહી છે.  જ્યારે BTPએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

2017મા કોનું કેવું રહ્યું પર્ફોમન્સ 
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ભાજપ પર કોંગ્રેસનો દબદબો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું. જો આપણે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 2017ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો, ભાજપને 48 બેઠકો, કોંગ્રેસને 39, BTPને 2 અને NCPને એક બેઠક મળી હતી. આ રીતે, ભાજપ અને કોંગ્રેસ બંને માટે પોતપોતાની બેઠકો જાળવી રાખવાનો પડકાર છે જ્યારે આમ આદમી પાર્ટી પાસે ગુમાવવા માટે કંઈ નથી.

ADVERTISEMENT

બીજી તરફ પ્રાદેશિક ધોરણે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની 54 બેઠકો એવી છે કે જ્યાં 65 ટકા મતદાન થયું છે. કોંગ્રેસને 28, ભાજપને 20 અને અન્ય પક્ષોને ત્રણ બેઠકો મળી છે. દક્ષિણ ગુજરાત પ્રદેશમાં 35 બેઠકો એવી છે કે જ્યાં 2017માં 70 ટકા મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતમાં ભાજપને 27 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને આઠ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

આ બેઠકો પર ભાજપનું કંગાળ પ્રદર્શન 
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન સૌરાષ્ટ્રના પ્રદેશમાં રહ્યું હતું. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાંથી ભાજપે 7 જિલ્લામાં જીતનું  ખાતું ખોલાવી શક્યા ન હતા.  અમરેલી, નર્મદા, ડાંગ, તાપી, અરવલ્લી, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપને એક પણ બેઠક મળી નથી. અમરેલીમાં કુલ પાંચ, ગીર સોમનાથમાં ચાર, અરવલી અને મોરબીમાં ત્રણ-ત્રણ, નર્મદા અને તાપીમાં બે-બે અને ડાંગમાં એક બેઠક છે. આ તમામ જગ્યાઓ કોંગ્રેસે જીતી હતી. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં કોંગ્રેસે ભાજપ કરતાં વધુ બેઠકો જીતી હતી. કોંગ્રેસે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચમાંથી ચાર, જૂનાગઢ જિલ્લામાં પાંચમાંથી ચાર અને જામનગર જિલ્લામાં પાંચમાંથી ત્રણ બેઠકો જીતી હતી.

ADVERTISEMENT

કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન 
પ્રથમ તબક્કામાં પોરબંદર એકમાત્ર એવો જિલ્લો હતો જ્યાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું ન હતું. ભાજપ અહીં બંને બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. કચ્છ, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને બલસાડમાં ભાજપ કોંગ્રેસ કરતાં વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. સુરતમાં 16માંથી 15 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. ભાજપની સત્તા સ્થાપવામાં સુરતનો સૌથી મહત્વનો ફાળો હતો. જો કોંગ્રેસે આ વિસ્તારમાં  સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હોત તો ગુજરાતમાં સત્તાનો વનવાસ ખતમ થઈ ગયો હોત.

ADVERTISEMENT

ગુજરાતમાં ત્રિકોણીય જંગ
ગુજરાતની ચૂંટણીના રાજકીય સમીકરણો દરેક ક્ષણે બદલાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છની કેટલીક બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે તો ઘણી બેઠકો પર ત્રિકોણીય જંગ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રદેશોમાં પાટીદાર સમાજનું મહત્વ છે. કોઈપણ ઉમેદવારની જીત અને હાર આ મતદારોના હાથમાં નક્કી થાય છે. આ ઉપરાંત ઓબીસી કેટેગરીની સંખ્યા પણ ઘણી વધારે છે. કોંગ્રેસને છેલ્લી ચૂંટણીમાં અહીં ફાયદો થયો હતો.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાંથી જીતેલા કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા છે. વિસાવદર માંથી હર્ષદ રીબડીયા, ધ્રાંગધ્રામાંથી પરસોતમ સાબરીયા, જસદણમાંથી કુંવરજી બાવળિયા, જામનગરમાંથી વલ્લભ ધારવીયા, માણાવદરમાંથી જવાહર ચાવડા, તાલાલામાંથી ભગવાન બારડ, ધારીમાંથી જે.વી.કાકડીયા. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે શું ભાજપ પક્ષપલટોની મદદથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને પડકારી શકશે?

    follow whatsapp

    ADVERTISEMENT