જાણો રાપર બેઠકનો ઇતિહાસ અને રાજકીય સમીકરણ, આ બેઠક પર 10 ઉમેદવારો મેદાને
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ…
ADVERTISEMENT
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ માટે કચ્છ એક મહત્ત્વની ગુજરાતનો વિસ્તાર છે કારણ કે, આ પ્રતીક છે ધ્વંસમાંથી નવનિર્માણ સુધીનો 2001ના ભૂકંપ બાદ કચ્છને વિકાસની યાત્રા જે કરી છે. એનાથી ગુજરાતની છબી વિશ્વ સમક્ષ ઊભી થઈ છે. સશક્ત ઈરાદા સાથે કચ્છ અને એ રાજકીય પાર્ટી પક્ષ સાથે બેઠો થાય છે. જે કચ્છમાં વિકાસ કરી શકે. પ્રવાસની અસાધારણ સંભાવનાઓને લઈને આ રણવિસ્તાર સરકારની ઈમેજ સુધારવાનું કામ કરી રહી છે. વિકાસથી ઉપર રહીને કચ્છમાં જીત અને હારનો નિર્ણય ખૂબ ઝીણવટથી મતદાતાઓ નક્કી કરે છે. કચ્છ જિલ્લાની રાપર બેઠક પર ભાજપે માંડવી બેઠકના ધારાસભ્યને મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસે ધારાસભ્યના પતિને મેદાને ઉતાર્યા છે. ભાજપ અને કોંગ્રેસની બાજીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને છે.
જાતિગત સમીકરણ
કચ્છની રાપર વિધાનસભા બેઠકમાં કોળી, લેઉવા પટેલ, દલિત અને રજપૂતની વસ્તી વધારે છે. તેમજ રબારી, ક્ષત્રિય તેમજ આહીર જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે.
શિક્ષણનું પ્રમાણ
અહીં શિક્ષણનું પ્રમાણ 54.76 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 54.42 ટકા અને 34.45 ટકા છે.
ADVERTISEMENT
રાપરના પ્રાણ પ્રશ્નો
રાપર વિધાનસભા બેઠક હેઠળના ઘણા વિસ્તારોમાં આજે પણ પાયાના પ્રશ્નો અંગે લોકોમાં નારાજગી છે. જનતા રખડતાં ઢોર, પાણી, નર્મદાનો મુદ્દો, ટ્રાફિક સમસ્યા, પોલીસની પજવણી સહિતના મુદ્દે પરેશાન થઈ રહી છે.
બેઠકની ખાસિયત
આ બેઠક પર વર્લ્ડ હેરિટેજ ધોરાવિરા સાઇટ આવેલી છે. આ ઉપરાંત રાપર શિક્ષણની બાબતે ઉચ્ચ સુવિધા ધરાવતું શહેર છે. રાપર બેઠક પર પશુપાલન મુખ્ય વ્યવસાય છે.
ADVERTISEMENT
પહેલાનું નામ
રાપર જે અગાઉ રાહપર નામે ઓળખાતું હતું તે સમુદ્ર કિનારાથી સરેરાશ 79 મીટર એટલે કે 259 ફીટની ઉંચાઈ પર આવેલું છે. આ કચ્છ જિલ્લાનાં વાગડ વિસ્તારનું મુખ્ય શહેર છે. જિલ્લાનું વડું મથક, ભુજ અહીંથી 140 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે.
ADVERTISEMENT
વ્યવસાય
મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંના મુખ્ય ખાદ્યપાકો બાજરી, જુવાર, ઘઉં અને મગ છે; જ્યારે કપાસ, મગફળી અને એરંડા રોકડિયા પાકો છે. સિંચાઈ મુખ્યત્વે કૂવાઓ દ્વારા થાય છે. નાના બંધોની નહેરોનું પ્રમાણ ઘણું ઓછું છે.લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંના પશુધનમાં ગાય, ભેંસ, પાડા, ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા અને ગધેડાંનો સમાવેશ થાય છે. અહીંના ઘોડાની ઓલાદ જાણીતી છે.આ તાલુકામાં રેતી, રેતીખડકો અને માટી મળી આવે છે. મીઠું પણ અહીંની મહત્વની પેદાશ છે. જંગલમાંથી મેળવાતી મુખ્ય પેદાશોમાં બાળવા માટેનાં લાકડાં, કોલસો અને ગુંદર છે.
જોવા લાયક સ્થળ
રાપર ખાતે સમુદ્ર કિનારો તથા ત્રિકમ સાહેબની જગ્યા જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. ઉપરાંત રાપરની નજીકમાં આવેલું ધોળાવીરા લગભગ 5000 વર્ષ પહેલાંની સિંધુ ખીણની હડપ્પીય સંસ્કૃતિનો વારસો અને અવશેષ ધરાવતું પ્રખ્યાત પૂરાતત્વ સ્થળ છે. જેને ગત વર્ષે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાપર તાલુકામાં જાન મઢીયા તથા ફિફવો જેવી નદીઓ અને લીલવો ડુંગર નામક એક પર્વત પણ છે.
2017ની ચૂંટણી
વર્ષ 2017માં રાપર વિધાનસભા બેઠક માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં રાપર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,16,390 મતદારો પૈકી કુલ 1,30,145 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 33 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,30,112 મત માન્ય ગણવામાં આવ્યા હતા ઉપરાંત 4614 મત NOTAને મળ્યા હતા. 456 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા. રાપર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન આરેઠીયાને 63,814 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર પંકજ મહેતાને 48,605 મત મળ્યા હતા અને 2017માં રાપર વિધાનસભા બેઠક માટે સંતોકબેન આરેઠીયા 15,209 મતથી વિજેતા બન્યા હતા.
મતદારો
રાપર બેઠક પર કુલ 247463 મતદારો આવેલા છે જેમાંથી 129683 પુરુષ મતદાર અને 117779 સ્ત્રી મતદાર છે જ્યારે 1 અન્ય મતદાર છે
ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવાર
કચ્છની રાપર વિધાનસભા બેઠક કે જ્યાં ગત ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠયા ચૂંટાયા હતા. પરંતુ કોંગ્રેસ પક્ષમાંથી આ બેઠક પર ભચુભાઈ આરેઠીયા ઉમેદવારને ટિકીટ આપી છે. જ્યારે ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે માંડવી મુન્દ્રાના હાલના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાને આ વખતે ફરી રીપીટ કરી અન્ય બેઠક પરથી ટિકીટ ફાળવવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા અંબા પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે.
2022 માં આ ઉમેદવારો મેદાને
ભાજપ- વિરેન્દ્રસિંહ જાડેજા
કોંગ્રેસ – બચુભાઈ આરેઠીયા
આપ- અંબા પટેલ
ગુજરાત સર્વ સમાજ પાર્ટી- મનસુખ મકવાણા
સંયુક્ત વિકાસ પાર્ટી- તેજભાઈ વાણિયા
ગુજરાત નવનિર્માણ સેના- રમેશભાઈ પટણી
અપક્ષ- રમેશ દુદાસણા
અપક્ષ – સંજય ગૌસ્વામી
અપક્ષ- હાસમશા સૈયદ
અપક્ષ- આંબા રાઠોડ
રાજકીય ઇતિહાસ
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017- સંતોકબેન આરેઠિયા- કોંગ્રેસ
2014- (પેટા ચૂંટણી) પંકજ મહેતા- ભાજપ
2012- વાઘજી પટેલ- ભાજપ
2007- બાબુભાઈ ગડા- કોંગ્રેસ
2002- બાબુભાઈ ગડા- કોંગ્રેસ
1998- ધીરુભાઈ શાહ- ભાજપ
1995- બાબુભાઈ ગડા- ભાજપ
1990- હરિલાલ પટેલ- કોંગ્રેસ
1985- હરિલાલ પટેલ- કોંગ્રેસ
1980- બાબુભાઈ ગડા- ભાજપ
1975- હરિલાલ પટેલ- કોંગ્રેસ
1972- પ્રેમચંદ- કોંગ્રેસ
1967- બી ગજસિંહ- એસડબલ્યુએ
1962- જાદવજી રાઘવજી- એસડબલ્યુએ
ADVERTISEMENT