આંદોલનકારીઓના કેસ પાછા લેવા અંગે કેજરીવાલનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતમાં નેતાઓ સતત પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતની સત્તા હાંસલ કરવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલે આંદોલનકારીના કેસને લઈને નિવેદન આપતા કહ્યું કે, તમામ આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આંદોલનકારીઓના કેસ્નો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે આ મુદ્દો સતત ઉઠાવી રહ્યા હતા. ભાજપમાં ભળતા આ મુદ્દે ચૂપ થઈ ચૂક્યા છે. ત્યારે હવે આ મુદ્દે કેજરીવાલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, શું માત્ર કેજરીવાલને ગાળો આપવાથી ગુજરાતની જનતાને ફાયદો થશે? તમામ આંદોલનકારીઓ, પછી તે પાટીદાર આંદોલનના હોય, ખેડૂતોના આંદોલનના હોય, દલિત આંદોલન હોય કે અન્ય કોઈ આંદોલન હોય, તમામ આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવામાં આવશે.

નોટો પર ફોટા અંગે આપ્યું નિવેદન
નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવવાના મુદ્દે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું એવું નથી કહેતો કે ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવવાથી બધું થઈ જશે. મેં એવું કહ્યું છે કે દેશને ચલાવવા માટે દરેક ક્ષેત્રમાં સારી નીતિની જરૂર છે, સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, સખત મહેનતની જરૂર છે. પરંતુ આ બધી બાબતો ભગવાનના આશીર્વાદ વિના સફળ થશે નહીં. આપણે ઘરે પણ ભગવાનની પૂજા કરીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે પૂજા કરીને સુઈ જઈએ છીએ. આપણે ઓફિસે જઈએ છીએ, આપણે કામ કરીએ છીએ, આપણે સખત મહેનત કરીએ છીએ, આપણે શ્રમ કરીએ છીએ, પરંતુ શ્રમ ત્યારે જ ફળે છે જ્યારે ભગવાનના આશીર્વાદ આપણી સાથે હોય. તેવી જ રીતે જો આપણે આપણી નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવીએ તો ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને દેશની પ્રગતિ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT