મનીષ સીસોદીયાના કેસ અંગે કેજરીવાલે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં દિલ્હીના નેતાઓના સતત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. આ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા અનેક વખત શિક્ષણનીતિને લઈને ચર્ચામાં આવ્યા છે. આ દરમિયાન મનીષ સીસોદીયા વિવાદોમાં ફસાયા છે. ત્યારે તેમણે કહ્યું કે, મને પક્ષ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે આ મામલે કેજરીવાલે કહ્યું કે, આ કોઈ શરાબ ગોટાળાનો મામલો નથી આ ગુજરાત ઇલેક્શનનો મામલો છે. ખોટા કેસ કરી અને પોતાના પક્ષમાં લઈ લેવા માંગે છે.

પક્ષપલટા અંગે અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જેટલા ગુંડાઓ અને દુષ્કર્મીઓ છે તે તમામ બચવા માટે આ લોકોની પાર્ટીમાં જાય છે. અને જ્યારે પણ તેઓ પાર્ટીમાં જોડાય જાય છે. ત્યારે તેમના પરના તમામ કેસ પરત લેવામાં આવે છે. જેટલા આ દેશમાં બીજી પાર્ટીના નેતાઓ છે. તે તમામ પર ખોટા કેસ કરી અને પોતાના પક્ષમાં લઈ લેવા માંગે છે. મનીષનો પણ આજ કેસ છે. આ કોઈ શરાબ ગોટાળાનો મામલો નથી આ ગુજરાત ઇલેક્શનનો મામલો છે. મનીષજીને અનેક વખત પ્રેસર કરવામાં આવ્યું કે પોતાની પાર્ટીમાં આવી જાય તેમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે અને કેજરીવાલની સરકાર ઉખાડી દેવામાં આવે. તેમના ઘરે કેમ કઈ ન મળ્યું. બેન્ક લૉકરમાં કઈ ન મળ્યું જો ગોટાળો કરવામાં આવ્યો હોય તો આ બધા પૈસા કયા ગયા. તમામ વસ્તુ ખોટી છે ફર્જી છે. ફક્ત પ્રેશર કરવાની વાત. સત્યેન્દ્ર  જૈન અને મનીષ જેલ જવામાં નથી ડરતા. એટલે અમે કહીએ છીએ કે તે આજના ભગતસિંહ છે.

ગુજરાતના દરેક પરિવારોને આટલો કરાવશે ફાયદો
કેજરીવાલે વડાપ્રધાનના વિવિધ પેકેજ અંગે કહ્યું કે, મારી  પાસે વડાપ્રધાનની જેમ મોટા મોટા પેકેજ નથી દેવ માટે. પરંતુ હું ગુજરાતના લોકોને આટલું જરૂર કહીશ કે ગુજરાતના તમામ પરિવારને મહિને 30,000નો ફાયદો જરૂર કરાવીશ. 30 હજાર કરોડનો જનતાને શું ફાયદો થસે તે ખબર નથી પરંતુ નેતાઓને ફાયદો જરૂર થશે. હું તમામ પરિવારોને 30 હજારનો ફાયદો કરાવીશ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT