કેજરીવાલ અને ભગવંત માન આજે ગુજરાતમાં સભા ગજવશે, 2 દિવસનાં પ્રવાસની રણનીતિ વિશે જાણો
અમદાવાદઃ ગુજરાતમાં ત્રિપાંખિયા વિધાનસભા ચૂંટણીના જંગને જીતવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે. આજે રવિવારે બંને દિગ્ગજ નેતાઓ જનતાને સંબોધિત…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં ત્રિપાંખિયા વિધાનસભા ચૂંટણીના જંગને જીતવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે. આજે રવિવારે બંને દિગ્ગજ નેતાઓ જનતાને સંબોધિત કરશે. તેવામાં 16 અને 17 ઓક્ટોબરના આ બે દિવસીય પ્રવાસમાં તેઓ 3 સભાને સંબોધન આપશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિસ્તારને આવરી લેવામાં આવશે. જોકે તેમના સંબોધન પહેલા જ આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે.
ભગવંત માન અને કેજરીવાલ ગુજરાત પ્રવાસે…
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે રવિવારે ભાવનગર ખાતે સંયુક્ત જનસભાનું સંબોધન કરવા જઈ રહ્યા છે. બપોરે 3 વાગ્યે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે સભાને ગજવશે. આ દરમિયાન તેઓ ચૂંટણીલક્ષી મુદ્દાઓ ઉઠાવવાની સાથે નવા જાહેર થયેલા ઉમેદવારો અંગે પણ મોટુ નિવેદન આપી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે છે અને ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઇ શકે છે. ત્યારે દરેક રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા રાજકીય પક્ષો વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. અરવિંદ કેજરીવાલ 16 અને 17 ઓક્ટોબરના બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે. તેઓ બે દિવસમાં ચાર જનસભાને સંબોધન કરશે. અરવિંદ કેજરીવાલ ભાવનગર,ઊંઝા અને ડીસામાં જાહેરસભા સંબોધશે.
ADVERTISEMENT
ગુજરાત પ્રવાસના કાર્યક્રમો
- રવિવારે 12 વાગ્યે ભાવનગર પધારશે જનસભાને સંબોધન કરશે
- સોમવારે ઊંઝા માં એક જાહેરસભાને સંબોધન કરશે
- 2 વાગ્યે ડીસામાં જાહેરસભાને સંબોધન કરશે
ADVERTISEMENT