આજથી કાંકરિયા કાર્નિવલનો અમદાવાદમાં શુભારંભ થશે, ચુસ્ત કોવિડ ગાઈડલાઈન્સ અમલી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ કોવિડની સ્થિતિ વિકટ બનતી રહી છે. વિશ્વભરમાં અત્યારે કોરોના વાઈરસના કારણે ફફડાટ છે. ત્યારે આજથી અમદાવાદમાં ભવ્ય કાંકરિયા કાર્નિવાલ શરૂ થવા જઈ રહ્યો છે. આ 31 ડિસેમ્બર સુધી ચાલશે. નોંધનીય છે કે કોવિડની ગાઈડ લાઈન્સ પણ અનુસરાય એની ખાતરી તંત્ર લેશે. અહીં આવતા લોકોને માસ્ક ફરજિયાતથી સાથે અન્ય કોવિડના નિયમોનું પણ પાલન કરવું પડશે. આની સાથે 100 જેટલા મદદનીશો પણ રાખી શકાશે.

ટ્રાફિકના નિયમો પણ ચુસ્ત…
કાંકરિયા નજીક વધારે લોકોની જનમેદની ઉમટી શકે છે. ત્યારે ટ્રાફિકના કડક નિયમો પણ તંત્ર દ્વારા બનાવાયા છે. અહીં નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યૂટર્ન પણ જાહેર કરાઈ શકે છે. આની સાથે જ 7થી રાત્રે એક સુધી ભારે વાહનોની અવર જવર સામે ચુસ્ત પ્રતિબંધ મુકી દેવાયા છે.

બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની કામગીરી
પોલીસ કંટ્રોલરૂમ ઉભા કરવાની સાથે પોલીસે સતત મોનિટરિંગની વ્યવસ્થા પણ કરી દીધી છે. આની સાથે નાના બાળકો માટે બાળનગરીનું નિર્માણ પણ કરાયું છે. એટલું જ નહીં મેડિકલ ટીમની સાથે વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનના સભ્યો પણ સતત કાર્યરત રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT