કંચન ઝરીવાલા મામલે રાજકારણ ગરમાયું, મનીષ સિસોદીયા પહોંચ્યા ચૂંટણી પંચને દ્વાર
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટી અને ભાજપ સામે સામે આવ્યા છે. તેમનું કારણ છે આમ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટી અને ભાજપ સામે સામે આવ્યા છે. તેમનું કારણ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન ઝરીવાલા . આમ આદમી પાર્ટીના સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું છે. આ મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ઇલેક્શન કમિશન પર સવાલ કર્યા છે છે અને કહ્યું કે હું ચૂંટણી પંચમાં જઈ રહ્યો છું.
મનીષ સિસોદીયાએ કર્યું ટ્વિટ
અત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચમાં જઈ રહ્યા છીએ. ગુજરાતમાં ભાજપે AAP ઉમેદવાર કંચન જરીવાલાને ગુંડાઓના આધારે સુરત પૂર્વમાંથી અપહરણ કરાવ્યું અને પછી પોલીસના આધારે ઉમેદવારી પાછી ખેંચી લીધી.
ત્યારે આવી સ્થિતિમાં ચૂંટણીનો અર્થ શું છે?
ADVERTISEMENT
अभी केंद्रीय चुनाव आयोग जा रहा हूँ. गुजरात में भाजपा ने गुंडों के दम पर सूरत ईस्ट से AAP उम्मीदवार कंचन जरीवाला का अपहरण करवाया और फिर पुलिस के दम पर नामांकन वापस करवाया.
ऐसे में चुनाव का मतलब ही क्या बचा फिर?
— Manish Sisodia (@msisodia) November 16, 2022
મનીષ સિસોદીયા પહોંચ્યા ચૂંટણી પંચ પાસે
AAPના ગુજરાતના ઉમેદવારોનું અપહરણ કરીને, તેમના ઉમેદવારીપત્રો બળજબરીથી રદ કરીને, ભાજપ લોકશાહીની હત્યા કરી રહી છે. હું મુખ્ય ચૂંટણી પંચ પાસે આની સામે અપીલ કરવા આવ્યો છું
ADVERTISEMENT
AAP के गुजरात उम्मीदवारों का अपहरण कर, ज़बरदस्ती उनसे नामांकन रद्द करवाकर भाजपा लोकतंत्र की हत्या कर रही है। इसके विरुद्ध अपील करने मुख्य चुनाव आयोग आया हूँ | LIVE https://t.co/KdbdxCHcZG
— Manish Sisodia (@msisodia) November 16, 2022
ADVERTISEMENT
મારી પાસે પુરાવાઓનો વીડિયો પણ છે- ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે હું જે કઈપણ કહું છું એના વીડિયો અમારી પાસે છે. હવામાં વાત નથી કરી રહ્યો. તેમણે ભાજપના સ્થાનિક ધારાસભ્ય પર આરોપ લગાવતા કહ્યું હતું કે અમારા ઉમેદવાર અને ભાજપના સ્થાનિક ધારાસભ્ય એક જ સમાજના છે. તેથી અમારા ઉમેદવારને ડરાવી, ધમકાવી એક અજાણી જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. આખી રાત પ્રતાડિત કરાયા અને જબરદસ્તી નોમિનેશન પરત ખેંચાવડાવ્યું હતું.
ADVERTISEMENT