કંચન ઝરીવાલાએ કોઈ દબાણમાં ફોર્મ પાછું ખેંચ્યુ? રડતા-રડતા MLA જેવા પોલીસ પ્રોટેક્શનમાં બહાર નીકળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલથી પરિવાર સાથે ઘરેથી ગુમ થયેલા AAPના સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન ઝરીવાલા આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા અને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું. AAP દ્વારા ભાજપ પર તેમના ઉમેદવારને કિડનેપ કરવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. દિલ્હીના સાંસદ સંજયસિંહે આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર હુમલો કર્યો છે અને સીધી રીતે આમાં ભાજપના જ લોકોનો હાથ હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને તેમણે કેટલાક પૂરાવાઓ પણ રજૂ કર્યા હતા. ફોર્મ પાછું ખેંચીને કંચન ઝરીવાલા રડતા-રડતા નોડલ ઓફિસરની કચેરીથી બહાર નીકળ્યા હતા.

AAPનો ભાજપ પર ગંભીર આક્ષેપ
સંજયસિંહે આક્ષેપ કર્યો છે કે, ‘તેમના ઉમેદવાર કંચન ઝરીવાલને ગઈકાલે કેટલાક ભાજપના લોકો જબરજસ્તી ઉઠાવી ફોર્મ પાછું ખેંચાવવા ચૂંટણી અધિકારી સમક્ષ લઈ ગયા હતા. જોકે તેમણે ના પાડતા પોતાની સાથે ઉપાડીને લઈ ગયા હતા અને આજે તેમની પાસેથી ફોર્મ પરત ખેંચાવ્યું છે. તેમણે કેટલાક વીડિયો પણ બતાવ્યા જેમાં AAPના ઉમેદવાર સાથે કેટલાક શખ્સો છે. જેમાં દેખાતી એક વ્યક્તિ ભાજપ સાથે સંબંધ ધરાવતા રવિ સાથે હોવાનું બતાવે છે. આ રવિ નામની વ્યક્તિની તસવીર CM ભૂપેન્દ્ર પટેલ અને પૂર્ણેશ મોદી સાથેની તસવીર બતાવે છે.’

ADVERTISEMENT

તેમણે આગળ કહ્યું, હું આ મામલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને અનુરોધ કરીશ કે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને કંચન ઝરીવાલને ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયાથી રોકવામાં આવે. આ મામલે હું મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા જઈશ અને તેમને રજૂઆત કરીશ.

ADVERTISEMENT

‘ભાજપે ડરાવી-ધમકાવીને ફોર્મ પરત ખેંચાવ્યું’
બીજી તરફ ગોપાલ ઈટાલિયાએ પણ કહ્યું કે, કંચનભાઈએ ગઈકાલે ફોર્મ ભર્યું ત્યારથી ભાજપના લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા કે તેમનું ફોર્મ સ્વીકારાય નહીં. પરંતુ ફોર્મ સ્વીકારી લેવાતા તેમને ભાજપના લોકો પોતાની સાથે લઈ ગયા અને આખી રાત સુધી અમે તેમને શોધતા રહ્યા. તેમને ડરાવી-ધમકાવીને ફોર્મ પાછું ખેંચવા મજબૂર કર્યા. આજે તેઓ પોલીસની સુરક્ષામાં આવ્યા અને ફોર્મ પાછું ખેંચીને જતા રહ્યા. જો તેમણે સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચવું હોય તો રડતા રડતા કેમ બહાર ગયા? અને પોલીસ સુરક્ષાની જરૂર કેમ પડે?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT