‘મને બીક છે આ કમો વહેલા મોડા ફિલ્મોમાં ન જતો રહે’ ડાયરામાં કમાને ઝૂમતા જોઈને બોલ્યા કીર્તિદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારી: નવસારીના ગુરુકુળ સુપા ગામ ખાતે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. આંખની હોસ્પિટલના નિર્માણ માટે યોજાયેલા લોકડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. સ્થાનિકોની સાથે સાથે NCC કેડેટ્સે પણ પૈસાનો વરસાદ કર્યો હતો. તો ડાયરામાં કમાએ પણ ધૂમ મચાવી હતી. દરમિયાન કમાને ઝૂમતા જોઈને કીર્તિદાન ગઢવી તેને ફિલ્મોમાં જવા વિશે સવાલ પૂછી લે છે, જેના પર કમો હામાં જવાબ આપે છે.

‘તુમસે મિલ કર…’ ગીત પર કમો ઝૂમ્યો
નવસારીમાં કીર્તિદાન ગઢવી રમઝટ બોલાવી રહ્યા હતા. જેમની બાજુમાં બેઠેલો કમો પણ ઝૂમી રહ્યો હતો. ડાયરામાં કોઈની ફરમાઈશ પર કીર્તિદાન ‘તુમસે મિલ કર ના જાને ક્યું…’ ગીત ગાય છે, જેના પર કમાનો ડાંસ જોઈને તેઓ પણ ચકીત રહી જાય છે અને સવાલ પૂછી લે છે, આ કમો મને બીક છે, વહેલા મોડા ફિલ્મોમાં ન જતો રહે. હેં કમા, પિક્ચરમાં જવું છે? પિક્ચરમાં. જેના જવાબમાં કમો પણ માથું હલાવીને હા પાડે છે.

આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મૂકેલી 20થી વધુ ઈ-રીક્ષામાં બળીને ખાખ, ઈ-રીક્ષાની ક્વોલિટી સામે ઉઠ્યા સવાલ

ADVERTISEMENT

આંખની હોસ્પિટલના નિર્માણ માટે ફંડ એકઠું કરવા ડાયરો યોજાયો
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ખાનગી ટ્રસ્તના લાભાર્થે કીર્તિદાનનો આ લોકડાયરો યોજાયો હતો. જેમાં ઉર્વશી રાદડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આંખની હોસ્પિટલના નિર્માણ માટે અનેક દાતાઓએ જોત જોતામાં જ પૈસાનો વરસાદ કરીને લાખોનું દાન આપ્યું હતું.

ADVERTISEMENT

ADVERTISEMENT

કીર્તિદાનના ડાયરાથી કમાને મળી લોકપ્રિયતા
નોંધનીય છે કે, કમાભાઈને લોકકલાકાર કીર્તિદાન ગઢવીએ જ નામના અપાવી હતી. એક ડાયરામાં લોકગીત પર ઝૂમતા કમાને જોઈને કીર્તિદાન ગઢવીએ જ પોતાની પાસે બોલાવીને બેસાડ્યા હતા. ત્યારથી કમો ખૂબ લોકપ્રિય બન્યો છે. તેની લોકપ્રિયતાનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન તે ભાજપ માટે પ્રચાર કરતા પણ તે જોવા મળ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: રોનક જાની)

 

    follow whatsapp

    ADVERTISEMENT