કમલમમાં બેઠા છે એ પ્રભુ શ્રીરામના નકલી ભક્તો છે; મેવાણીએ મોરબી મુદ્દે ભાજપને ઘેરી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે અત્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો નોમિનેશન નોંધાવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના જિગ્નેશ મેવાણીએ ડિસા ખાતેના એક કાર્યક્રમમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોરબી દુર્ઘટનાથી લઈ મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરી હતી. આટલું જ નહીં તેમણે કમલમમાં બેઠેલા નેતાઓ પ્રભુ શ્રી રામના નકલી ભક્તો હોવાનો પણ દાવો કર્યો છે. ચલો જિગ્નેશ મેવાણીના સંબોધન પર નજર કરીએ…

ભાજપ હજુ 4 ગણી મોંઘવારી લાવશે- મેવાણી
જિગ્નેશ મેવાણીએ ડિસા ખાતેના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું કે ભાજપ માટે ગુજરાત પ્રયોગશાળા છે. અત્યારે અહીં ટ્રાયલ ચાલી રહી છે. આ ચૂંટણી 2024માં ભાજપ આ દેશમાં જે ઉત્પાત મચાવશે એની ટ્રાયલ સમાન છે. હજુ ભાજપ આગામી સમયમાં 4 ગણી મોંઘવારી વધારી દેશે એની પહેલા ગુજરાતમાં ખાલી ટ્રાયલ રન ચાલી રહ્યો છે.

મોરબી દુર્ઘટના અંગે સરકારને ઘેરી
જિગ્નેશ મેવાણીએ જનસંબોધનમાં કહ્યું કે જે કંપનીએ અત્યારસુધી પુલ નથી બનાવ્યો એને કોન્ટ્રાક્ટ મળ્યો. પૂલ તૂટ્યો એની યોગ્ય તપાસ પણ થઈ નથી રહી. તથા આ કોન્ટ્રાક્ટ આપવા પાછળ કોનું સેટિંગ હતું એ પણ બહાર આવી રહ્યું નથી. મેવાણીએ વધુમાં આરોપ લગાવ્યા હતા કે મોરબી અધિકારીઓને કેટલા રૂપિયાનું પડીકું પહોંચ્યું એની પણ તપાસ થઈ રહી નથી.

ADVERTISEMENT

કમલમમાં પ્રભુ રામના નકલી ભક્તો છે- મેવાણી
મેવાણીએ વધુમાં કહ્યું કે આ દુર્ઘટનાઓ થઈ છતા એ લોકો કહે છે જય શ્રી રામ. આ લોકો રામના નકલી ભક્તો છે. આ કમલમમાં જે બેઠા છેને એને ઓળખી લેજો. 150થી વધુ નિર્દોષ લોકોના જીવ ગયા હોવાનો મેવાણીએ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તપાસ કમિટિમાં અમારા અધિકારીઓ રાખો અમે આરોપીઓનાં છોતરા બોલાવી નાખીશું.

જિગ્નેશ મેવાણીએ વધુમાં પેપરલીક કૌભાંડ અને મોંઘવારીના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ ગમે તેટલી મહેનત કરે પરંતુ છેવટે પેપર ફૂટે અને લોકોના સપના પણ રોળાઈ જાય છે.

ADVERTISEMENT

With Input: ધનેશ પરમાર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT