‘ટિકિટની અપેક્ષા નથી’ કહીને કોંગ્રેસમાંથી BJPમાં જોડાનારા જયરાજસિંહે ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે, આ વચ્ચે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 3 દિવસ વિવિધ જિલ્લામાં ભાજપના નિરીક્ષકો ફરીને દાવેદારી નોંધાવવા ઈચ્છુક લોકોને સાંભળી રહી છે. ત્યારે ગઈકાલે મહેસાણા જિલ્લાની બેઠકો પર પણ સેન્સની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા જયરાજસિંહ પરમારે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.

આ વર્ષે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા
37 વર્ષ સુધી કોંગ્રેસમાં રહીને તેની વિચારધારા સાથે કામ કરનારા જયરાજસિંહ પરમાર આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જોકે ભાજપમાં જોડાતા તેમણે ટિકિટની કોઈ અપેક્ષા ન હોવાની વાતો કરી હતી. જોકે સેન્સની પ્રક્રિયા શરૂ થતા જ તેઓ ટિકિટ માટે દાવેદારી નોંધાવવા પહોંચી ગયા હતા. તેમણે મહેસાણાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી. આ દરમિયાન તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો લડીશ.

ચૂંટણી નજીક આવતા જ ટિકિટના અભરખા જાગ્યા
નોંધનીય છે કે, કોંગ્રેસ પક્ષમાં 37 વર્ષ સુધી રહ્યા બાદ જયરાજસિંહ પરમારે ગુજરાતની ચૂંટણી પહેલા જ પક્ષપલટો કરી લીધો હતો. તેમણે ચૂંટણી લડવાની તે વખતે તો કોઈ વાત નહોતી કરી પરંતુ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ તેમના ચૂંટણી લડવાના અભરખા ફરી જાગી ગયા છે. જે સ્પષ્ટ કરે છે કે નેતાઓ માત્રને માત્ર ચૂંટણી લડવાના મોહ સાથે જ પક્ષપલટો કરતા હોય છે.

ADVERTISEMENT

ખેરાલુ બેઠકનું સમીકરણ શું છે?
મહેસાણા જિલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠકની વાત કરીએ તો વર્ષ 2002થી આ સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપમાંથી વર્ષ 2007થી સતત ત્રણ ટર્મ સુધી ભરતસિંહ ડાભી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે વર્ષ 2019માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના જ અજમલજી ઠાકોર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT