રીબડા જૂથ સાથે સમાધાનથી જયરાજસિંહનો ઈનકાર! કહ્યું, ‘સમાધાન બાબતે હાલ કોઈ કોમેન્ટ કરશો નહીં’

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટમાં ગોંડલ અને રીબડા જુથ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હાલમાં ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા સમાધાન માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. હવે આને લઈને જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમમાં જયરાજસિંહે કહ્યું કે, સમાજને જયરાજસિંહ કે અનિરુદ્ધસિંહની જરૂર નથી. સમાધાન બાબતે મહેરબાની કરીને અત્યારે કોઈએ કોમેન્ટ ન કરવી. હું એક અઠવાડિયામાં સમગ્ર સૌરાષ્ટ્રના રાજપૂત સમાજને ભેગો કરવાનો છું. જેમાં સમાધાન કરવું કે નહીં તે અંગે મારા પક્ષમાં ચોક્કસાઈથી જવાબ જોઈશે.

પી.ટી જાડેજાએ સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો
ખાસ વાત છે કે, વર્ષોથી અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ જાડેજા વચ્ચે ચાલતી તકરારમાં સમાધાન માટે આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજ ટ્રસ્ટના પી.ટી જાડેજાએ મધ્યસ્થી કરવા જંપલાવ્યું હતું. તેમણે વીડિયો બનાવીને કહ્યું હતું કે, બંને આગેવાનો મારા 40 વર્ષ જૂના મિત્રો છું, હું સમાધાન માટે આગળ વધી રહ્યું છું. આ ઝઘડાથી રાજકોટ કે ગુજરાત નહીં દેશભરમાં અન્ય ક્ષત્રિય સમાજમાં ખોટો મેસેજ જઈ રહ્યો છું. એટલા ફોન આવે છે 24 કલાકમાં હું ગાંડો થઈ ગયું છે. એટલે મારે વીડિયો બનાવવો પડ્યો છે. તેઓ કહે છે જે તમે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાન ઈચ્છો તો 24 કલાકમાં 10 હજાર રાજપૂત યુવાનો ભેગા થાય. એ ના માને તો મારી ઉપવાસ પર બેસવાની તૈયારી છે. મરી જઉં તો મરી જઉં. મારા બે ભાઈ લડે અને હું સૂતો રહું એવો રાજપૂત પણ નથી.

જયરાજસિંહના દીકરાએ પણ સમાધાનથી ઈનકાર કર્યો
જોકે તેમણે આ વીડિયો બનાવીને વાઈરલ કરતા જયરાજસિંહના પુત્ર ગણેશસિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાજપૂત સમાજના અગ્રણીઓ સમાધાનની વાત કરતા પહેલા અમારા પરિવાર સાથે વાતચીત કરે. આ સામાજિક નહીં પરંતુ રાજકીય લડાઈ છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપની સાથે અમારા વિરુદ્ધ સંમેલન કર્યું ત્યારે તમારો સમાજ ક્યાં ગયો હતો? અનિરુદ્ધસિંહના પુત્રએ મારા કાકાને ફોન કરીને પિતા વિશે ખરાબ શબ્દો કહ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT