મોરબી દુર્ઘટનાગ્રસ્તોને શ્રદ્ધાંજલી પાઠવી કોંગ્રેસના જયંતિ પટેલે ઉમેદવારી નોંધાવી, 2 મિનિટ મૌન પાળ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન 2 તબક્કામાં યોજાશે. ત્યારે અત્યારે મોટાભાગના ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે. ત્રણેય પાર્ટીના ઉમેદવારો નોમિનેશન પ્રક્રિયામાં પણ ભાગ લઈ રહ્યા છે. ત્યારે મોરબી-માળિયા ખાતે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે આજે નોમિનેશન ફોર્મ ભર્યું છે. તેમણે અને કાર્યકર્તાઓએ આની પહેલા 2 મિનિટ સુધી મૌન પાળવી મોરબી દુર્ઘટનાગ્રસ્તોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. એટલું જ નહીં મોરબી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને તેમણે મોતનો મલાજો જળવાઈ રહે એની કાળજી રાખવા પણ કહ્યું હતું.

જયંતી પટેલે ફોર્મ ભર્યું…
મોરબી માળિયા બેઠક પરથી કોણ ચૂંટણી લડશે એ અંગે ઘણી ખેંચતાણ જોવા મળી હતી. પરંતુ છેવટે કોંગ્રેસે અહીંથી જયંતી પટેલને ટિકિટ આપી હતી. તેવામાં આજે જયંતીભાઈ પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેઓ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ છે તથા આજથી તેમણે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. જોકે આ દરમિાયન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોરબી દુર્ઘટનાના ઘાવ હજુ તાજા છે. જેથી લઈને મોતનો મલાજો જાળવી અમે ચૂંટણી પ્રચાર કરીશું.

ADVERTISEMENT

મોરબી દુર્ઘટનાગ્રસ્તોને શ્રદ્ધાંજલી પાઠવી ફોર્મ ભર્યું- જયંતી પટેલ
જયંતી પટેલે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેં નોમિનેશન નોંધાવ્યું છે. ભાજપના 27 વર્ષના શાસન પર નજર કરીએ તો મોરબીની તમામ વિકટ પરિસ્થિતિ અને સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કરીશુ. જયંતીભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. અમે ઉમેદવારી નોંધાવવા ગાડી લઈને નીકળીએ એની પહેલા સૌ પ્રથમ 2 મિનિટનું મૌન પાળવ્યું હતું. આ પ્રમાણે દુર્ઘટનાગ્રસ્તોને અમે ભાવભીની શ્રદ્ધાંજલી આપી પછી જ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

મોરબીમાં મોતનો મલાજો જાળવ્યો
જયંતીભાઈ પટેલે જણાવ્યું કે અમે રેલીના સ્વરૂપે નીકળ્યા નથી. મોરબી દુર્ઘટનાને જોતા મોતનો મલાજો જાળવીને ફોર્મ ભરવા ગયા હતા. અમે ચૂંટણીની શરૂઆતથી જ સંકલ્પ કર્યો છે કે મોરબી દુર્ઘટનાને ધ્યાનમાં લઈને ઢોલ નહીં વગાડીએ અને ફટાકડા ફોડવાનું ટાળીશું. અમે મોરબીના દુર્ઘટનાગ્રસ્તોના મોતનો મલાજો જાળવી ચૂંટણી પ્રચારની પ્રક્રિયા આગળ વધારીશું.

With Input: રાજેશ આંબલિયા

    follow whatsapp

    ADVERTISEMENT