જસુભાઈ પટેલે જાહેર કાર્યક્રમમાં ભાવુક થઈ નિવૃતિની કરી જાહેરાત, અનેક સવાલો ઊભા થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા, અરવલ્લી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન સભાઓ અને સ્નેહ મિલન થઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રચાર પ્રસારની કામગિરિ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન માલપુરના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલે સ્નેહ સંમેલન યોજ્યું હતું જેમાં તે પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે .માત્ર હવે હું સેવા કરીશ ચૂંટણીના કોઈ કાર્યક્રમમાં પડીશ નહિ.

માલપુર ના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલે સ્નેહ સંમેલનનું આઈજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે, રાજકીય રીતે સાથે રહેનાર મતદારો નો આભાર. રાજકીય અન્વેષણ કે કલ્પના કરવી નથી. હું કોઈ પણ ઉમેદવાર ની ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. માલપુર અને બાયડ તાલુકો મારું કુટુંબ છે. મારા એક દીકરાને માલપુર વિસ્તારની જનતાની સેવા માટે આપું છું. માત્ર હવે હું સેવા કરીશ ચૂંટણીના કોઈ કાર્યક્રમમાં પડીશ નહિ. જસુભાઇ પટેલ સંબોધન કરતાં હતા તે સમયે ભાવુક થઈ ગયા હતા અને આભાર માનતી વખતે આંખોમાંથી આંસુ આવ્યા હતા.

નિવરુથી થી ઉઠયા સવાલો 
બાયડ બેઠક પરથી જશુભાઇ પટેલે ટિકિટ માંગી હતી પરંતુ તેમને સ્થાને મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે હવે જસુભાઈ પટેલનાનિવેદન ‘માત્ર હવે હું સેવા કરીશ ચૂંટણીના કોઈ કાર્યક્રમમાં પડીશ નહિ’ ના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જો જસુભાઈ પટેલ ચૂંટણી કાર્યક્રમમાં નહીં જાય તો મહેન્દ્ર સિંહ વાઘેલાને સપોર્ટ તે કરશે કે નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT