જામનગર દક્ષિણ બેઠક બની ચૂક્યો છે ભાજપનો ગઢ, જાણો આ બેઠકનું સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આખરી તૈયારીઑ ચાલી રહી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનો ગુજરાતમાં સભાઑ ગજાવી રહ્યા છે.  આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને  પૂર જોશ સાથે મેદાને  છે. ગુજરાતમાં ત્રિ-પાંખિયા જંગના ચોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાની જામનગર દક્ષિણ વિધાનસભાનું મહત્વ વધુ રહેશે. ભાજપનો ગઢ બનેલી બેઠક ચીનવવા 13 ઉમેદવારો મેદાને છે. જ્યારે 1 ઉમેદવાર ભાજપ માટે મેદાને છે.

આ રીતે બની ભાજપની પરંપરાગત બેઠક
આ બેઠક પર 1985થી ભાજપનો ગઢ બની છે. 1985માં ભાજપના ઉમેદવાર વસંતભાઇ સંઘવીએ કોંગ્રેસના આઇએ કરીમ હાજી અહેમદને હારનો સ્વાદ ચાખડી અને ભાજપના ફાળે સીટ આપી હતી. 1985થી આ બેઠક પર ભાજપનો સુવર્ણ યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ ભાજપે આ બેઠક પર હારનો સ્વાદ ચાખ્યો નથી. વર્ષ 1990માં ભાજપના વસંત સંઘવીએ ફરી જંગી બહુમતી નોંધાવી કોંગ્રેસના એમકે બલોચને હારનો સ્વાદ ચાખડ્યો. વર્ષ 1995 અને 1998માં સતત બે ટર્મ સુધી ભાજપના પરમાનંદ ખટ્ટરે કોંગ્રેસના વિનોદરાય વસંતને હરાવ્યા. જ્યારે વર્ષ 2002-2007-2012માં સતત 3 ટર્મ સુધી આ બેઠક પર ભાજપના ઉમેદવાર વસુબેન ત્રિવેદીએ પ્રતિનિધિત્વ કર્યું. ત્યાર બાદ 2017ની ચૂંટણીમાં આરસી ફળદુ વિજેતા થયા.

શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017માં વિજેતા થયા બાદ તેમને રૂપાણી સરકારના મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આર.સી ફળદુને કૃષિ વિભાગ સોંપવામાં આવ્યો હતો. વર્ષ 2021માં રૂપાણીના રાજીનામા બાદ ભુપેન્દ્ર પટેલની સરકારામાં કોઈ પણ મંત્રીને રિપીટ કરવામાં આવ્યા ન હતા. જેમાં આર.સી. ફળદુને સ્થાન આપવામાં આવ્યું નથી. નવા મુખ્યમંત્રીની રેસમાં આર.સી. ફળદુનું નામ ચર્ચામાં હતું ત્યારે મુખ્યમંત્રી પણ ના બનાવવામાં આવ્યા. આ ઉપરાંત તેમણે ચૂંટણી લડવાની ના કહી છે. આર. સી. ફળદુ  બાદ નવા ચહેરા પર  ભાજપને લોકો પસંદ કરે છે કે કોઈ અન્ય ઉમેદવાર તે જોવાનું રહ્યું.

ADVERTISEMENT

સમસ્યા
આ બેઠક પર રખડતા પશુના ત્રાસ, ટ્રાફિક સમસ્યા ઉપરાંત રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને ગટર જેવી પાયાની સુવિધાઓને વધુ સુવિધાથી સજ્જ કરવા માટે લોકો રાહે છે.

મતદાર
1 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે જામનગર દક્ષિણ બેઠક પર કુલ 117287 પુરુષ મતદાર છે. જ્યારે 113355 સ્ત્રી મતદાર છે. આ સાથે 10 અન્ય મતદાર છે. આમ જામનગર દક્ષિણ બેઠક પર 2022ની ચૂંટણીમાં 230652 મતદાન કરશે.

ADVERTISEMENT

2017નું ગણિત
જામનગર દક્ષિણ વિધાનસભા સીટ જનરલ સીટ છે. જામનગર જિલ્લામાં કુલ 5 બેઠક છે. આ બેઠકનો વિધાનસભા ક્રમાંક 79 છે. આ સીટ પર 229344 મતદારો નોંધાયા છે. જેમાંથી 116526 પુરુષ મતદારો તથા 112811 મહિલા મતદારો છે જયારે 7 અન્ય મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આર.સી. ફળદુ આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલ મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવારને 71718 મત (53.84%) મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 55369 મત (41.57%)મત મળ્યા હતા.

ADVERTISEMENT

2022ના ઉમેદવાર

  1. ભાજપ- દિવ્યેશ અકબરી
  2. કોંગ્રેસ- મનોજ કથીરિયા
  3. આપ- વિશાલ ત્યાગી
  4. અપક્ષ- ચંદ્રકાંત પટ્ટણી
  5. અપક્ષ- અર્જુન પરમાર
  6. અપક્ષ- અબજલ ભાયા
  7. અપક્ષ- ભરત ચૌહાણ
  8. અપક્ષ- કાદરી મહમદહુશેન
  9. અપક્ષ- ચૌહાણ જુનેદ
  10. અપક્ષ- રાઠોડ જીતેશ
  11. ગુજરાત નવનિર્માણ સેના- મુકેશ ગોહેલ
  12. અપક્ષ- અલીમામદ પાલાણી
  13. બસપા- મકુબેન રાઠોડ
  14. ભારતીય નેશનલ જનતા દળ- કમલેશ હીરપરા

કોનું પલડું રહ્યું ભારે

1962- કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન દવે વિજેતા થયા
1967- સ્વતંત્ર પક્ષના ઉમેદવાર એલ. પટેલ વિજેતા થયા
1972- અપક્ષ ઉમેદવાર લીલાધર પટેલ વિજેતા થયા
1975- ભારતીય લોક દળના ઉમેદવાર વિનોદ શેઠ વિજેતા થયા
1980- કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર એમ.કે. બ્લોચ વિજેતા થયા
1985 ભાજપના ઉમેદવાર વસંતભાઈ સંઘવી વિજેતા થયા
1990- ભાજપના ઉમેદવાર વસંતકુમાર સંઘવી વિજેતા થયા
1991 પેટ ચૂંટણી – ભાજપના ઉમેદવાર કે.પી.વિશાનદાસ વિજેતા થયા
1995 – ભાજપના ઉમેદવાર કે.પી.વિશાનદાસ વિજેતા થયા
1998 -ભાજપના ઉમેદવાર કે.પી.વિશાનદાસ વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર વસુબેન ત્રિવેદી વિજેતા થયા
2007- ભાજપના ઉમેદવાર વસુબેન ત્રિવેદી વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર વસુબેન ત્રિવેદી વિજેતા થયા
2017- ભાજપના ઉમેદવાર આર.સી. ફળદુ વિજેતા થયા

    follow whatsapp

    ADVERTISEMENT