જામનગર ઉત્તર બેઠક બની હાઇ પ્રોફાઇલ, જાણો આ સીટનું સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે વેઢે ગણાઈ એટલાજ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ત્રિ-પાંખિયા જંગના ચોખટા ગોઠવવાઇ ચૂક્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાની જામનગર ઉત્તર  વિધાનસભાનું મહત્વ વધુ રહેશે.  સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાની જામનગર ઉત્તર વિધાનસભા બેઠકનું મહત્વ વધુ રહેશે. ત્યારે જામનગરની ઉત્તર બેઠકનું રાજકીય સમીકરણ રસપ્રદ છે. ભાજપ હકુભા જાડેજાની ટિકિટ કાપી રિવાબાને મેદાને ઉતાર્યા છે. રિવાબાને મેદાને ઉતારતા હાઇ પ્રોફાઇલ બેઠક બની છે.

શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017માં વિજેતા થયા બાદ તેમને રૂપની સરકારના મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વર્ષ 2021માં રૂપાણીના રાજીમનામાં બાદ હકુભાને રિપીટ કરવામાં ન આવ્યા. ભાજપની આ સીટ પર નજર રહેશે. ભાજપ હકુભાને ફરી આ બેઠક પરથી ચૂંટણી લડાવશે કે મંત્રી મંડળની જેમ પડતા મુકવામાં આવશે? એ જોવાનું રહ્યું. નવા સીમાંકન બાદ વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી છે આ બેઠક. આ બેઠક પર હકુભા જાડેજાનો દબદબો રહ્યો છે. હકુભા જાડેજા એક વખત કોંગ્રેસ માંથી ચૂંટાઈ આવ્યા હતા ત્યારે બીજી તરફ ભાજપ માંથી ચૂંટણી જીત્યા છે. હવે તેની ટિકિટ કાપવામાં આવી છે.

મંત્રીપદ બાદ ટિકિટ પણ કપાઈ
વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા)ને રૂપાણી સરકારમાં મંત્રી રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારે હકુભા જાડેજાને મંત્રીમંડળ માંથી પડતા મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 2022ની વિધાનસભાની ટિકિટ પણ કાપવામાં આવી છે.

ADVERTISEMENT

ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આ બેઠક પર દબદબો
હકુભા તરીકે જાણીતા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ મુલુભાઈ બેરાને 9448 મતોના માર્જીનથી હરાવ્યા હતા. જેના પરથી કહી શકાય કે પક્ષ ગમે તે હોય, હકુભા સતત બે વખત આ બેઠક જીતતા આવ્યા છે.

જ્ઞાતિનું સમીકરણ
આ બેઠક પર મુસ્લિમ મતદારો તેમજ લેઉઆ પટેલ અને કડવા પટેલ, એસસી અને એસટી મતદારો અને બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ છે. તો મુસ્લિમ મતદારોની સંખ્યા 13.86 ટકા, આહીર સમાજ 5.69 ટકા, SC અને ST મતદારોની સંખ્યા 14.92 ટકા છે.

ADVERTISEMENT

વિસ્તારની સમસ્યા
કોર્પોરેશન અને પોલીસની અવદશાની સાથે જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. જામનગર શહેર રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇનની સુવિધા અને પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો 2022ની વિધાનસભા ચૂંટણી લડી શકે છે.

ADVERTISEMENT

જામનગર ઉત્તરના ઉમેદવારો
ભાજપના ઉમેદવાર
જામનગર ઉત્તર બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાને છે. જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રાવીન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજાને ભાજપે મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠક હાઇપ્રોફાઇલ બની ચૂકી છે.

કોંગ્રેસના ઉમેદવાર
કોંગ્રેસે જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે. તેઓ રાજપૂત સમાજના દિગ્ગજ નેતા પણ છે અને સમાજમાં સારું એવું નામ પણ ધરાવે છે. ભૂપેન્દ્રસિંહ વેપાર ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. બિપેન્દ્રસિંહ જાડેજા અગાઉ એકપણ ચૂંટણી લડ્યા નથી.

આપના ઉમેદવાર
આપ ના ઉમેદવાર ભાજપના દિગ્ગજ નેતા હતા.કરસનભાઈ આહીર જામનગર કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દા પર રહી ચૂક્યા છે અને તેઓનું આહિર સમાજમાં સારું એવું પ્રભુત્વ પણ ધરાવે છે અને આ બેઠક પર સૌથી વધુ આહિર મતદારો પ્રભુત્વ પણ ધરાવે છે.

ભાજપ- રિવાસિંહ સોલંકી ( રિવાબા જાડેજા)
કોંગ્રેસ- બીપેન્દ્રસિંહ જાડેજા
આપ- કરશન કરમુર
અપક્ષ- કેર રહીમ
અપક્ષ- જાહીદ જામી
અપક્ષ- મલેક આદિલ
અપક્ષ- અનવર કકલ
અપક્ષ- મિયા આમીન
અપક્ષ- અશોક ચાવડા
અપક્ષ- હિના મકવાણા
બસપા- જગદીશ ગઢવી

2017નું ગણિત
જામનગર ઉત્તર વિધાનસભા સીટ જનરલ સીટ છે. આ સીટ પર 257287 મતદારો નોંધાયા છે. જેમાંથી 131763 પુરુષ મતદારો તથા 125517 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર જીવનભાઈ આહીર મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવારને 84327 મત (58.95%) મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 43364 મત (30.31%)મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર હકુભા જાડેજા વિજેતા થયા હતા.

કોનું પલડું રહ્યું ભારે
2012- કોંગ્રેસના ઉમેદવાર હકુભા જાડેજા વિજેતા થયા
2017-ભાજપના ઉમેદવાર હકુભા જાડેજા વિજેતા થયા

    follow whatsapp

    ADVERTISEMENT