જામા મસ્જિદના ઈમામનું ચર્ચિત નિવેદન- મહિલાને ટિકિટ આપવી તે ઇસ્લામની વિરૂદ્ધનો નિર્ણય…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે જામા મસ્જિદના ઈમામનું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે મહિલાઓને ટિકિટ આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આની સાથે તેમણે કહ્યું કે કોઈ પુરૂષ બાકી નથી રહ્યા કે શું. આની સાથે ટિકિટ આપવાના કારણે ઈસ્લામ ધર્મ પર અસર થઈ શકે છે એવો પણ ઈમામે દાવો કર્યો હતો. ચલો તેમના નિવેદન પર નજર કરીએ…

ઈમામનું નિવેદન ચર્ચાનો વિષય બન્યો…
અમદાવાદ જામા મસ્જિદના ઈમામે કહ્યું કે ઈસ્લામમાં નમાઝ અદા કરવાને ખુબ મહત્ત્વ અપાય છે, ત્યારે નમાઝ સમયે કોઈ મહિલાઓ જોવા મળતી નથી. આનો અર્થ એ છે કે લોકોની વચ્ચે મહિલાઓનું આવવું જો યોગ્ય જ હોત તો મસ્જિદમાં તેમને મનાઈ ફરમાવવામાં આવી ન હોત.

ADVERTISEMENT

ઈમામે વધુમાં કહ્યું કે…. હવે મહિલાઓને ટિકિટ આપવી એ ઈસ્લામ વિરૂદ્ધનો નિર્ણય છે. અત્યારે શું પુરુષો રહ્યા જ નથી કે શું! મહિલાઓને ટિકિટ આપવાથી અમારો ધર્મ નબળો થઈ જશે એવો દાવો પણ ઈમામે કર્યો હતો. વળી વધુમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી મજબૂરી ન હોય ત્યાં સુધી પુરૂષને ટિકિટ આપવી જોઈએ. અત્યારના સમયગાળા પર નજર કરીએ તો મહિલાઓનું પ્રભુત્વ પરિવારમાં સારુ છે જો મહિલાઓને તાબામાં લાવી દે કોઈ તો સમગ્ર પરિવાર જ તેમના કબજામાં આવી જશે.

    follow whatsapp

    ADVERTISEMENT