જગદીશ ઠાકોરે કહ્યું- ઉમેદવારોની યાદી આવતા ભાજપમાં ભડકો થશે, BJP સંગઠન હચમચી ગયું છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તેવામાં અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી જોરશોરથી કરી રહી છે. તેવામાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પક્ષપલટો કરીને ગયેલા કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારોની પસંદગી મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપની જેવી પહેલી યાદી બહાર આવશે કે તાત્કાલિક આંતરિક રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ પણ સામે જોવા મળી શકે છે.

કોંગ્રેસના આગેવાનોનાં પક્ષપલટા પર જગદીશ ઠાકોરનાં પ્રહાર
જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા તથા આગેવાનોને પોતાની પાર્ટીમાં ભેળવવાનું શરૂ કરાયું છે. પરંતુ જેવી પહેલી યાદી બહાર આવશે પછી જે ભાજપમાં ભડકો થશે. આની સાથે તેમણે સંકેત આપ્યા છે કે આ કલ્પનાની બહારનો આંતરિક રાજકીય ભૂકંપ સમાન હશે.

ભાજપનું સંગઠન હચમચી ગયું છે – જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે કહ્યું કે અત્યારે મારા વિશ્વસનીય સૂત્રો દ્વારા મને જાણવા મળ્યું છે કે ભાજપમાં અત્યારે પહેલી ઉમેદવારોની યાદી બહાર પડે એની જ રાહ જોવાઈ રહી છે. ભાજપનું સંગઠન અત્યારે અંદરથી જ હચમચી ગયું છે. આની સાથે જગદીશ ઠાકોરે વધુમાં દાવો કરતા કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યને તોડો કે પછી કંઈપણ કરો 70થી વધુ બેઠકો ભાજપને મળશે નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT